Home> Gujarat
Advertisement
Prev
Next

વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

ગુજરાતીમાં એક કહેવત છે કે, ધર્મ અને દાન કરવાથી ધન નથી ઘટતુ, દાન કરવામાં કે ધર્મ કરવામાં ગુજરાતીઓ હરહમેશ આગળ હોય છે.

વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

અમિત રાજપુત/અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, ધર્મ અને દાન કરવાથી ધન નથી ઘટતુ. દાન કરવામાં કે ધર્મ કરવામાં ગુજરાતીઓ હરહમેશ આગળ હોય છે. આવો જ એક અનોખો વ્યક્તિત્વ જે વકીલ હોવાની સાથે ગરીબ ભૂખ્યા નાગરિકોને દર શનિવારે ભોજપ પણ આપે છે. અમદાવાદનાં માધુપુરા ખાતે આવેલા વર્ષો જુના રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી માધુપુરાનાં નિવાસી અને અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા દરિદ્રનારાયણની સેવા માટે અનોખો ખીચડી પ્રસાદ મહાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. 

fallbacks

10 વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ચાલતી DPS સ્કુલની માન્યતા રદ્દ

માધુપુરાનાં રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર શનિવારે ભૂખ્યા ગરીબોને સાંજે 6 વાગે ખીચડીનો પ્રસાદ ભગવાન રામની શરણમાં મફતમાં આપવામાં આવે છે. શનિવારે જેમ - જેમ સાંજ પડવાની શરૂઆત થાય છે, તેની સાથે જ ગરીબ ભૂખ્યા નાગરિકો, મહિલાઓ, બાળકો, મજુરી કરતા શ્રમજીવીઓ આવીને ઉમટી પડતા હોય છે. રામજી મંદિર ખાતે એક તરફ ખીચડીનો પ્રસાદ બનતો હોય છે ત્યારે બીજી તરફ રામધુન પણ ચાલતી હોય છે. ખીચડી પ્રસાદ બન્યા બાદ રામ ભગવાનને ભોગ ધરવામાં આવે છે ને પછી શરુ થાય છે ખીચડી પ્રસાદની વહેચણી. તમામ નાગરિકો એક લાઈનમાં ઉભા થાય છે અને ભગવાન શ્રીરામનો ખીચડી પ્રસાદ લઈને રામ નામ જપતા - જપતા હસતા મુખે પોતાનો પેટ ભરીને જાય છે. 

આર્થિક અશક્ત પરિવારને CM રૂપાણીએ કરી એવી મદદ તમે પણ કહેશો વાહ!

આતંકવાદ વિરોધી કાયદો 16 વર્ષ બાદ અમલી, પોલીસની પકડ મજબુત બનશે

સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા શરૂઆતમાં નાના તપેલામાં ખીચડી બનાવવાની શરુઆત કરવામાં આવી હતી, ત્યારે કેટલાક લોકો તેમના પર ટીખળ કરતા હતા. જેના પર રામજી ની કૃપા હોય અને દ્રઢ નિશ્ચય કરી લીધું હોય કે દરિદ્રનારાયણની સેવા જ કરવી છે તો કોણ તેને રોકી શકે છે. સાંભળો દરિદ્રનારાયણની સેવા કરતા ધારાશાસ્ત્રીને. માધુપુરાનાં રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર શનિવારે ભૂખ્યા ગરીબો એટલા પ્રેમથી ભોજન કરે જાણે સ્વયમ તેમને તેમના ભગવાન શ્રીરામ ભોજન જમાવડા આવ્યા છે. રામજી મંદિર ખાતેના ખીચડી પ્રસાદમાં ધીમે - ધીમે પ્રસાદનાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સંસ્કૃતી ભુલીને સ્મૃદ્ધિનું પ્રદર્શન ? ગીતા મંદિરનો ઐતિહાસિક દરવાજો તોડી પડાયો !
હવે ધારાશાસ્ત્રી ભાવિન ભાવસારને હવે મદદ કરવા અલગ અલગ ધારાશાસ્ત્રીઓ અને અન્ય જગતથી જોડાયેલા લોકો પણ આગળ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દરિદ્રનારાયણની સેવા કરવાનાં હિમાયતી રહ્યા છે. ત્યારે સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા શરુ કરવામાં આવેલો દરિદ્રનારાયણની સેવાનો મહાયજ્ઞ જીવનભર સફળતાપૂર્વક ચાલતો રહે અને રામજીનાં આશીર્વાદથી ભૂખ્યાને ભોજન મળતો રહે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More