હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગુજરાત કોંગ્રેસમાં નેતાગીરીની નિષ્ફળતાની વાત કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના અને રાષ્ટ્રીય કોંગ્રેસના નબળા નેતૃત્વ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. સર્કિટ હાઉસમાં પોતાના જન્મદિવસે પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ હાલ ગુજરાત કોંગ્રેસ કેમ સત્તામાં નથી તે વિશે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા છે. આ નેતાગીરીમાં ફેરફાર કરવો જોઈએ, બદલાવ લાવવો જોઈએ. નેતાગીરી સફળ બને તે માટે પ્રયાસો કરવો જોઈએ. ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તન દ્વારા જ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવી શકે.
ગુજરાતના પોલીસોને Tiktokનું વળગણ છૂટતુ જ નથી, 5 ઓફિસર્સે PM મોદીના અવાજમાં બનાવ્યો Video
કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય કોણ મજબૂત ચહેરો તે વિશે તેમણે કહ્યું કે, મુખ્ય નેતા તો મજબૂત હોવો જોઈએ. તેનુ ચલણ આખા રાજના નેતાગીરી પર પડે છે. રાહુલ ગાંધી સિવાય કોણ મજબૂત નેતા હોઈ શકે તે વિશે તેમણે કહ્યું કે, આટલા બધા લોકો અભિપ્રાય આપવા માટે હોય તો અભિપ્રાય વિશે વિચાર કરવો જોઈએ. શાંતિથી જોવુ જોઈએ કે કોનો અભિપ્રાય વધુ સારો છે. પ્રિયંકા ગાંધી પણ ચોક્કસ બની શકે છે. તેઓ સ્વભાવે અને વ્યવહારે લોકોને ગમી જાય તેવા નેતા છે. અત્યાર સુધી તેમના જે અનુભવ જાહેરમાં થયા છે તેમાં લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. જો તે હોય તો પણ સારું.
તેમણે પોતાના સમયને યાદ કરતા કહ્યું કે, અમારા સમયમાં સમગ્ર દેશમાં નેતાગીરી અને વહીવટીતંત્ર માં ઉપરથી નીચે સુધીના સંબંધો સારા હતા. જેથી કામ કરવામાં સરળતા રહેતી હતી. ઈન્દિરા ગાંધી સામે યોગ્ય રજૂઆત કરો તો ઉકેલ મળ્યા વગર રહે જ નહિ. તેથી ઘણી સારી યોજનાઓ અમારા સમયમાં લાવી શકાઈ હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે