Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં ધો. 10-12 ના રીપીટર્સની 15 જૂલાઈથી યોજાશે પરીક્ષા, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Repeaters Student) પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

રાજ્યમાં ધો. 10-12 ના રીપીટર્સની 15 જૂલાઈથી યોજાશે પરીક્ષા, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ

અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Repeaters Student) પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ (Education Bord Of Gujarat) દ્વારા આ પરીક્ષાનો (Exam) વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

fallbacks

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોના સ્થિતિને જોતા બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.

આ પણ વાંચો:- ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી અને 15 જુલાઈ ગુરૂવારથી પરીક્ષાઓ લેવામાં આશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More