અમદાવાદ : ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો સાબિત થયેલ ગ્રેડ પે આંદોલન હાલ ડામાડોળ સ્થિતિમાં છે ત્યાં આ આંદોલનમાં વધારે લોકોએ જોડાણની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ગ્રેડ પે મુદ્દે કરાઇ રહેલી માંગ નહી સંતોષાતા આખરે આંદોલનનું અસ્ત્ર ઉગામ્યું હતું. દિવસેને દિવસે આંદોલન વેગ પકડી રહ્યું છે. તેવામાં હવે નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપીને તેમણે પણ આ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે.
DGP આશીષ ભાટિયા સાથે મુલાકાત બાદ આંદોલન મોકૂફ? જાણો બેઠકમાં એવું તે શું થયું કે આંદોલન સમેટાયું
આબખારી ખાતાના કોન્સ્ટેબલનો ગ્રેડ પણ પણ 1650 રૂપિયા છે. જેના કારણે પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરવા માટેની માંગ સાથે આ કર્મચારીઓએ હવે આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. આબકારી અને નશાબંધી ખાતા દ્વારા આ અંગે ગૃહમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. આ આંદોલન જેમ જેમ વેગ પકડતું જાય છે તેમ તેમ પોલીસ અને તેની સાથે સંલગ્ન વિભાગના કર્મચારીઓ પણ તેમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે સરકાર માટે હવે આ આંદોલન મોટો પડકાર સાબિત થાય તેવી શક્યતા છે.
પોલીસ આંદોલન મોકુફ થયું કે ચાલુ છે? DGP સાથેની બેઠક બાદ આંદોલનની ડામાડોળ સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા સાથે પોલીસ પરિવાર પોતાની 15 મુદ્દાની માંગ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ તમામ મુદ્દે પોલીસવડાએ પોલીસ પરિવારોને સાંભળ્યા હતા. તે પૈકીનાં 14 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે