અમદાવાદ :ગુજરાત રમખાણોમાં ગુજરાત અને પ્રધાનમંત્રી મોદીની ખોટી છબી રજૂ કરનારા ગુજરાત વિરોધીઓ પર હવે તવાઈ બેઠી છે. તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વચ્ચે સામાજિક કાર્યકર ઝફર સરેશવાલાએ તીસ્તા એન્ડ પાર્ટી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતના રમખાણોમાં માર્યા ગયેલા 1600 લોકો વિશે તીસ્તા સેતલવાડને સવાલ કરતા ઝફર સરેશવાલાએ કહ્યુ કે, શુ આખી ગુજરાતમાં જાફરી સાહેબ એકલા જ હતા જે ગુજરાતના રમખાણોમા માર્યા ગયા હતા, શું બાકીના 1600 લોકો માર્યા ગયા હતા એ મુસ્લિમ ન હતા. તેમના માટે તો તમે કંઈ ન કર્યું.
તેમણે નરેન્દ્ર મોદીનો કોઈ રોલ ન હતો તે જણાવતા કહ્યુ કે, આ રમખાણોમા મોદી સાહેબનો આ રમખાણો સાથે કોઈ લેવાદેવા જ ન હતું, તેમનો રોલ જ નહતો, જેમનો રોલ હતો તેઓ બાદમાં જઈને મોદીના દુશ્મન બન્યા. તેમને ક્યાંય તિસ્તા અને ગ્રૂપ પર કેસ ન થયો. આ કોઈ એજન્ડા હતો. અહી મુસ્લિમોને ન્યાય આપવાની વાત જ નથી. અહેસાન જાફરી પરનો હુમલો ઘાતક હતા. પરંતુ શુ આખી ગુજરાતમાં જાફરી સાહેબ એકલા જ હતા જે ગુજરાતના રમખાણોમા માર્યા ગયા હતા, શું બાકીના 1600 લોકો માર્યા ગયા હતા એ મુસ્લિમ ન હતા. તેમના માટે તો તમે કંઈ ન કર્યું. ત્યારે જ અમે સમજી ગયા હતા કે, આ મુસલમાનોના ખભા પર બંદૂક ચલાવવાનો એજન્ડા છે. દુનિયામાં એક ગ્રૂપ છે જે મુસ્લિમનો મુસીબતો પર પોતાની દુકાન ચલાવે છે. મુસ્લિમોની કબર પર પોતાના તાજમહલ બનાવે છે. તેમના જખ્મોને પોતાના દાગીના બનાવે છે.
આ પણ વાંચો : મારું ઘર પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાની આગેવાનીમાં ટોળાએ બાળ્યુ હતું : ઝફર સરેશવાલા
કેટલી સંસ્થાઓ એવી છે મુસ્લિમોના કબર પર તાજમહેલ બનાવવાની વાત કરે છે તે વિશે જણાવતા તેમણે કહ્યુ કે, જે લોકોએ મુસ્લિમોને વસાવવા માટેના કામ કર્યા, તેમના નામ કોઈને નથી ખબર. પરંતુ તિસ્તા એન્ડ પાર્ટીને આ નામ પૂછવા માંગુ છું. ગુજરાત રમખાણો બાદ 16 હજારથી વધુ ઘર રિબિલ્ટ કરાયા હતા. તેમાં અનેક સંસ્થાઓએ કામ કર્યાં. જમિયતે ઉલમા, જમિયતે ઈસ્લામી, એક્શન એઈડ, એક ન્યૂઝપેપર, ગુજરાત સાર્વજનિક સંસ્થાએ ઘરોને રિબિલ્ટ કરાવ્યા. અમારુ ક્યાંય નામ નથી. પોઝિટિવ કામ કરનારાઓનો તો કોઈ ઉલ્લેખ જ નથી. પરંતુ શુ તેઓએ કોઈ એક મુસ્લિમનો એક રૂમનુ ઘર બનાવ્યું, કોઈની ફી ભરી કે પછી કોઈના ઘરે જમવાનુ પહોંચાડ્યું?
તીસ્તા સેતલવાડના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આર.બી. શ્રીકુમાર પણ 2 જુલાઈ સુધી રિમાન્ડ પર છે. તો સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે. સમગ્ર કેસની તપાસ માટે SITની રચના થઈ છે. જેમાં ATS DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. આ કમિટિમાં DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીક, ACP બી.સી. સોલંકીનો સમાવેશ કરાયો છે. ગુજરાત રમખાણોમાં ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે SIT ની ટીમ તપાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે