Home> Gujarat
Advertisement
Prev
Next

ZEE 24 કલાક સાથે Exclusive વાત: ભરતસિંહના કથિત વીડિયો મામલે વંદના પટેલે કર્યો ઘટસ્ફોટ

મારી પર આક્ષેપ તો એ લોકો બહું પહેલાથી જ કરે છે. હું રાજકીય વ્યક્તિ પછી છું. સૌથી પહેલા હું એક સામાજિક કાર્યકર્તા છું અને એમાં પણ હું એક સ્ત્રી છું. ભરતભાઈ સોલંકીના પત્ની છેલ્લા એક વર્ષથી મારા સાથે સતત સંપર્કમાં છે અને માનસિક રીતે હતાશ થઈ ગયા હતા

ZEE 24 કલાક સાથે Exclusive વાત: ભરતસિંહના કથિત વીડિયો મામલે વંદના પટેલે કર્યો ઘટસ્ફોટ

ઝી બ્યુરો, અમદાવાદ: પતિ, પત્ની ઔર વો....! મામલે ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં સપડાયા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે સોશિયલ મીડિયામાં ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે.

fallbacks

ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વાયરલ ઓડિયો ક્લિપ મામલે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા પૂર્વ કોંગ્રેસ નેતા વંદના પટેલે ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હું ખરેખર જે બોલી છું એના કરતા કઇ ઘણું વધારે કોંગ્રેસ પક્ષની અંદર ચાલી રહ્યું છે. ખરેખર એ લોકોએ મને સસ્પેન્ડ કરવાની જગ્યાએ આત્મમંથન કરવાની જરૂર હતી અને સુધરવાની જરૂર હતી. તેની સામે સત્ય સામે અવાજ ઉઠાવવાની મને સજા આપે છે, મને સસ્પેન્ડ કરે છે, તે તમામ નેતાઓએ વિચારવું જોઇએ.

પતિ, પત્ની ઔર વો....!કોંગ્રેસના મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કથિત વીડિયો વાયરલ

છેલ્લા 26 વર્ષથી 65 ટકા લોકો ગુજરાતથી કંટાળી ગયા છે. તેમ છતાં ગુજરાત કોંગ્રેસને સ્વિકારવા તૈયાર નથી. કેટલાક નેતાઓને લીધે આખે આખી કોંગ્રેસનું વહાણ ડુબી રહ્યું છે. ત્યારે આ નેતાઓ સુધરવાની જગ્યાએ આત્મમંથન કરવાની જગ્યાએ પક્ષના સજન લોકોને સસ્પેન્ડ કરે છે, એમની સાથે રાજરમતો કરે છે. રાજરમત કરી અને જબરદસ્તીથી પક્ષ છોડાવે છે અને તેમ છતાં પક્ષમાંથી કોઈ જાય ત્યારે એમ કહે છે કે કચરો સાફ થઈ રહ્યો છે. અરે કચરો જ કચરો કોંગ્રેસમાં પડી રહ્યો છે અને કોહિનુર જઈ રહ્યા છે. આ વાતને આ લોકો સ્વિકારે, હજુ પણ સુધરી જાય.

ગુજરાતની અંદર આ કોંગ્રેસ પાર્ટી ગાંધી વિચારધારાની પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટી અને ડો. બાબા સાહેબ આંબેડકરની પાર્ટી, આવા મહાન પુરૂષોની પાર્ટી અને એની અંદર આ પ્રકારના વ્યભિચારી અને અપરાધી લોકોએ અડ્ડો જમાવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ખરેખર આવનારા દિવસોમાં કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય તો એના માટે આ કેટલાક નેતાઓ ચોક્કસ જવાબદરા છે.

ભરતસિંહની પત્નીએ કહ્યું: હું મનાવવા ગઈ હતી, પણ રૂમમાં તો પહેલાથી બીજી બેઠી હતી...જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો?

ભરતભાઈ સોલંકીના રંગરેલીયાના કથિત વીડિયો મામલે પોતાની કોઈ ભુમિકા ન હોવાનું જણાવવાની સાથે વંદના પટેલે જણાવ્યું...
મારી પર આક્ષેપ તો એ લોકો બહું પહેલાથી જ કરે છે. હું રાજકીય વ્યક્તિ પછી છું. સૌથી પહેલા હું એક સામાજિક કાર્યકર્તા છું અને એમાં પણ હું એક સ્ત્રી છું. ભરતભાઈ સોલંકીના પત્ની છેલ્લા એક વર્ષથી મારા સાથે સતત સંપર્કમાં છે અને માનસિક રીતે હતાશ થઈ ગયા હતા. જે રીતે કંટાળી ગયા હતા અને મેં એક સ્ત્રી રીતે હિંમત આપી છે. આજે આપણે જોઈએ તો આખા વર્લ્ડની અંદર જોઈએ ભારતીય સંસ્કૃતિની અંદર તો 80 ટકા પુરૂષો એવા હશે કે કંઇપણ ખોટું કરે, આવા કોઈપણ પ્રકારનું પર સ્ત્રી સાથેનું વ્યભિચાર કરે તો પોતાની પત્નીથી ડરતા હોય છે.

ત્યારે ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓને પોતાની પત્નીઓની કોઈ બિલકુલ લેશ માત્ર શરમ જ નથી. કોઈ જમાનાની કે કોઈ શું વિચારશે એજ પડી નથી. જે વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે પોતાનું ચારિત્ર્ય શુદ્ધ જેવું હોવું જોઇએ. હમણાં ભગવાન રામ માટે એમણે કહ્યું હતું. ત્યારે પણ મે મારો વીડિયો શેર કર્યો છે. ભગવાન રામ તો એક પત્નીવ્રતા હતા. ભગવાન રામ એક આદર્શ ચરિત્ર્ય હતા અને આજના નેતાઓને ભગવાન રામ માટે બોલવાનો પણ અધિકાર નથી અને ભગવાન રામનું નામ પણ ના લેવાય.

'ACમાં બેસીને સાહેબ ગેમ રમવામાં વ્યસ્ત છે...', આવું અમે નહીં, વાસ્મોની ઓફિસમાંથી વાયરલ VIDEO કહી રહ્યો છે...

અગાઉ કોંગ્રેસ પક્ષ સામે કરેલા આક્ષેપ મામલે વંદના પટેલે કહ્યું...
જો તપાસ થયા તો જે કોંગ્રેસના નેતાઓ નલિયા કાંડ માટે ઉછળી ઉછળીને બોલતા હતા એના કરતા પણ કોંગ્રેસની અંદર ભરતસિંહ સોલંકી અને બીજા એકાદ-બે નેતાઓનું સેક્સ કાંડ છે એજ આખું કોંગ્રેસને ખતમ કરી નાખે એમ છે. કોંગ્રેસ પક્ષે પોતાનું શુદ્ધીકરણ કરવું જરૂરી છે.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આક્ષેપ કર્યા હોવાના મામલે વંદના પટેલે કહ્યું...
હું કોંગ્રેસમાં છું. હું કોંગ્રેસમાં જ રહીને વાત કરતી હતી. મેં કઈ તારીખે બધા જ નેતાઓને મવડી મંડળને મારો લેખિત લેટર પણ આપ્યો છે કે, મહિલાઓનો નિર્ણય કેટલીક સિનિયર અને વ્યવસ્થિત મહિલાઓ કરે. કોઈપણ પુરૂષ નેતા કોઈપણ મહિલાની ભલામણ ના કરે. તેમ છતાં મહિલાઓની બાબત, મહિલાઓની નિયુક્તીની બાબતમાં પુરૂષ નેતા ઇન્ટરફિયર થાય વધુ પડતા ઇન્ટરફિયર થાય. કોઇપણ એક મહિલાને મોટિવેટ કરવા માટે એમની ખાસ મહિલા હોય. એના માટે છેક દિલ્હી સુધી રજૂઆત કરે. પ્રભારીને રજૂઆત કરે.

ગુજરાતના આ શહેરમાં 4 જૂને બપોરે 12 વાગ્યા પછી પડછાયો થઈ જશે ગુમ, અવકાશમાંથી મળી રહ્યા છે આવા સંકેત

આ પ્રકારની માનસિકતા ક્યાં સુધી નેતાઓની અને એતો તકલીફ છે કે મોટી. આજે રઘુ શર્મા સુધી જે મુખ્ય જવાબદાર લોકો છે એ રઘુ શર્માને મિસગાઈડ કરે. ઓલ ઇન્ડિયા કમિટિને મિસગાઈડ કરે અને પક્ષની સજન બહેનો કે જેમના દિલની અંદર સાચા અર્થમાં સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાની સમજ છે. જેની અંદર ખરેખર સેવા ભાવના છે. જે ખરેખર ચારિત્ર્યવાન છે. એવી મહિલા 20, 25, 30 વર્ષથી જ્યારે બિલકુલ એ લોકોને કોઇપણ પ્રકારનો સહયોગ કરવામાં નથી આવતો. ઉપરથી આશામાં ધકેલી દેવામાં આવે છે અને ત્રણ વર્ષ, ચાર વર્ષ કે પાંચ વર્ષમાં રોકેટ ગતીએ કોઈપણ એકાદ-બે કે પાંચ કે દસ મહિલાઓ પ્રગતિ કરી દે તો એ કયા પ્રકારની પ્રગતિ છે.

જે મહિલાઓ સરેન્ડર થાય છે એ જ મહિલાઓને ટિકિટ અપાય છે અને જે મહિલાઓ સરેન્ડર નથી કરતી તેમને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે આ મામલે વંદના પટેલે કહ્યું...
બિલકુલ જો બધી જ તપાસ થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય. હું તો કહું કે ભરતસિંહ સોલંકીનો નાર્કોટેસ્ટ થવો જોઈએ. તો આજે દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાવું જોઇએ. આજથી કેટલાક સમય પહેલા મેં સાત પાનાનો લેટર લખી અને ગુજરાત કોંગ્રેસના તમામ જવાબદાર લોકોને આપ્યો છે પણ એકપણ નેતાઓ એના માટે ઉ પણ કર્યું નથી. એમણે વિચાર્યું પણ નથી. ગુજરાત કોંગ્રેસની અંદર કોઈપણ નેતાને કહીએ તો એમ કહે છે કે એમનો પર્સનલ મામલો છો.

ભાજપમાં જોડાયા પહેલા હાર્દિકના ગાંધીનગરમાં આંટાફેરા! રાજકીય ઈનિંગ પહેલા પાટનગરમાં શું રંધાઈ રહ્યું છે?

એમની વ્યક્તિગત લાઈફ છે. એમની પર્સનલ લાઈફ છે. પણ જે વ્યક્તિઓ જાહેર જીવનમાં હોય એમનું પર્સનલ વ્યક્તિત્વ એ કેવું હોવું જોઇએ. રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરવા નિકળેલા લોકો એ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ચારિત્ર્યવાન હોવા જોઇએ અને ભુલથી પણ કોઇ ભુલ થાય એના માટે એને આત્મમાંથી એક ચિંતન કરવું જોઇએ. માફી માંગવી જોઇએ પોતાની જાત સાથે ભગવાન સામે. એની જગ્યાએ એ લોકો સજ્જન માણસને હેરાન કરે, રંજાડે, સસ્પેન્ડ કરાવે આ કયા પ્રકારની અનૈતિકતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More