Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક

અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ પર કાબુ કરવા હાલ ગુજરાત સરકાર માટે સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. બેકાબુ બનેલા અનેક શહેરોમાં હવે કોરોના ધીરે ધીરે કાબુ આવી રહ્યો છે, નિયમિત આવતા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં આ આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે સરકારે અનુભવી અધિકારીઓને પણ હવે અમદાવાદનો હવાલો સોંપવાની ફરજ પડી છે.

કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક

અમદાવાદ : અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ પર કાબુ કરવા હાલ ગુજરાત સરકાર માટે સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. બેકાબુ બનેલા અનેક શહેરોમાં હવે કોરોના ધીરે ધીરે કાબુ આવી રહ્યો છે, નિયમિત આવતા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં આ આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે સરકારે અનુભવી અધિકારીઓને પણ હવે અમદાવાદનો હવાલો સોંપવાની ફરજ પડી છે.

fallbacks

ઉત્તરપશ્ચિમી પવનોનાં કારણે મધ્યમાં કાળઝાળ ગરમી, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ મુદ્દે સરકાર સહિત સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં છે. મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ શહેરનાં કમિશ્નરનો હવાલો સંભાળી રહેલા મુકેશ કુમાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે એક મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં કૈલાસનાથન, અનિલ મુકીમ, નવ નિયુક્તિ વિશેષ અધિકારી ડૉ. રાજીવ કુમાર ગુપ્તા અને વચગાળાનાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાયબ કમિશ્નર વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હોવાને કારણે હોમ કોરોન્ટાઇન થઇ ગયા હતા. જેના કારણે તેમનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. જો કે વિજય નેહરા અંગે ઘણા સમય પહેલાથીજ સવાલ ઉઠવા લાગ્યા હતા. આ ઉપરાંત તેમને કોર્પોરેશનની રાજકીય બોડી સાથે પણ બનતી નહી હોવાની વાત પણ જગજાહેર હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

અમદાવાદનો હવાલો અનુભવી અધિકારીઓને સોંપાયો
વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More