Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ટ્રાફિકને લઇને પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોએ જાણવું જરૂરી

પોલીસ દ્વારા રોડની ડાબી બાજુએ વળતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને રોકવા માટે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ટ્રાફિકને લઇને પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોએ જાણવું જરૂરી

મૌલિક ધામેચા/અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીકના મુદ્દાને લઇને શહેર ટ્રાફિક પોલીસ વધુ સક્રિય થઇ છે. ત્યારે હવે શહેર ટ્રફિક પોલીસે એક ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રોડની ડાબી બાજુએ વળતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને રોકવા માટે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી વાહન ચાલકોને ફાયદો પણ થશે અને સમય પણ બચશે. ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇનને ‘ફ્રી લેફ્ટ’કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો છે.

fallbacks

fallbacks

રોડ પર ગ્રીન લાઇન ડ્રો કરી શરૂ કરાયો નવતર પ્રયોગ
શહેરમા વધી રહેલા ટ્રાફિકથી પોલસે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા રોડ પર ગ્રીન લાઇન ડ્રો તૈયાર કરવામાં આવી છે. આ ગ્રીન લાઇન ડાબી બાજુએ જનારા વાહન ચાલકો માટે બનાવામાં આવી છે. આ લાઇન ક્રોસ કરનારા વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં જો આ પ્રયોગ સફળ થશે તો મોટા જંકશન પંચવટી ચાર રસ્તા તથા પકવાન ચાર રસ્તા પર શરૂ કરવાની વિચારણા પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More