Home> Gujarat
Advertisement
Prev
Next

Elvish Yadav પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી મામલે વડનગરથી આ ગુજ્જુ યુવક પકડાયો

Elvish Yadav: 'બિગ બોસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દિલ્હી પોલસે ગુજરાત પોલીસની મદદથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Elvish Yadav પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી મામલે વડનગરથી આ ગુજ્જુ યુવક પકડાયો

Elvish Yadav: 'બિગ બોસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દિલ્હી પોલસે ગુજરાત પોલીસની મદદથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે વડનગરમાં આરટીઓ એજન્ટનું કામ કરતા હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.

fallbacks

ગુરુગ્રામ એસીપી અરુણ દહિયા વધુ માહિતી આપતા કહ્યું કે  "ગુરુગ્રામ પોલીસે ગુજરાત પોલીસના સહયોગથી વડનગરના રહેવાસી એક શાકિર મકરાણી (24 વર્ષ)ની ધરપકડ કરી છે. તે યાદવથી પ્રભાવિત હતો; પૈસા કમાવવા તેણે ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો."

'બિગ બોસ ઓટીટી 2'ના વિજેતા એલ્વિશ યાદવે કથિત રીતે ખંડણીનો કોલ મળ્યા બાદ એફઆઈઆર નોંધાવી હતી. ગુરુગ્રામ પોલીસમાં 25 ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો. એલવીશે પોલીસને જણાવ્યું કે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલ્વિશને વજીરાબાદ ગામમાંથી ફોન આવ્યો હતો. ખંડણીના કોલ બાદ, એલ્વિશે ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. એલ્વિશે હજુ સુધી આ બાબત અને કોલ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

એલ્વિશ યાદવ સતત હેડલાઇન્સમાં રહે છે
YOUTUBE અને સોશિયલ મીડિયા સ્ટારે ખંડણીના કેસમાં ગુરુગ્રામ પોલીસની મદદ માંગી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. એલ્વિશ યાદવ 'બિગ બોસ ઓટીટી 2' જીત્યા બાદથી સમાચારમાં છે. રિયાલિટી શોનો સ્ટાર ત્યાર બાદ માત્ર અનેક મ્યુઝિક વીડિયોમાં જ જોવા મળ્યો ન હતો, પરંતુ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શો પછી તેણે દુબઈમાં એક આલીશાન ઘર અને તેની લક્ઝુરિયસ ડ્રીમ કાર પણ ખરીદી. તેણે 'બિગ બોસ ઓટીટી 2' જીત્યા પછી 25 લાખ રૂપિયાની ઈનામની રકમ ન મળી હોવાનું જાહેર કરીને હેડલાઈન્સ બનાવી હતી.

કોણ છે એલ્વિશ યાદવ?
એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે, જેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો. વ્યવસાયિક રીતે, એલ્વિશ યાદવ એક YouTuber અને સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવ પાસે હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની પાસે એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ છે, જ્યાં તેના લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

'બિગ બોસ ઓટીટી 2'માં હલચલ 
એલ્વિશ યાદવે 'બિગ બોસ ઓટીટી 2' જીતીને ઈતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પ્રભાવક શો જીતનાર પ્રથમ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક બન્યો. આટલું જ નહીં, ફિનાલે એપિસોડ પછી, એલવિશે દાવો કર્યો કે તેણે માત્ર 15 મિનિટમાં 28 કરોડ વોટ મેળવી લીધા છે. જો કે આ માટે તેને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. એલ્વિશ તેના અંગત જીવનને લઈને પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. એલ્વિશની ગર્લફ્રેન્ડની ઓળખ જાણવા ચાહકો ઉત્સુક છે. એલ્વિશ પાસે એક કરોડની ખંડણી મગાતાં પોલીસ આ મામલે એક્ટિવ થઈ હતી. જેમાં 2 ગુજરાતીઓનો રોલ હોવાનું બહાર આવતાં દિલ્હી પોલીસે આ મામલે ગુજરાત પોલીસની મદદ માગી હતી. જેમાં આરટીઓમાં એજન્ટ તરીકે કામગીરી કરતાં 2 વ્યક્તિઓની પોલીસે વડનગરમાંથી ધરપકડ કરી છે. જોકે, આ મામલે વધુ વિગતો હજુ બહાર આવી નથી. આ અંગે દિલ્હી પોલીસે મોટા ખુલાસાઓ કર્યા છે.

એસીપી ક્રાઈમ બ્રાન્ચના વરુણ દહિયાએ જણાવ્યું હતું કે, "ગુરુગ્રામ પોલીસે ગુજરાત પોલીસના સહયોગથી વડનગરના રહેવાસી એક શાકિર મકરાણીની ધરપકડ કરી છે. તે યાદવથી પ્રભાવિત હતો; પૈસા કમાવવા તેણે ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More