હિમાંશુ ભટ્ટ/મોરબી : શહેરના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા. જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગળા ઉપર છરીથી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી. જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સીલાઇ મશીન રિપેર કરાવવા માટે ગયેલી મહિલાને દુકાનદારે કહ્યું કે, તમને નવું જ મશીન આપીશ પણ...
મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાનની હત્યા કરેલી લાશ હોવાની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોચી હતી. મૃતક યુવાનના યુવાનના ગાળા ઉપર છરીનો ઘા કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે પહેલા તો મૃતક યુવાનનું નામ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં તેનું નામ જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધી હતી. જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા. તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે. હાલમાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે