Gujarat Weather : ગુજરાતની સાથે દેશમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 11 રાજ્યોમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં હીટવેવની સ્થિતિ વિકટ બી છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી અગનગોળ વરસી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યુ છે. તમામ રાજ્યોમાં સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હાલ તો ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, પરંુતં આગામી 3 થી 4 દિવસ હીટવેવની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે.
રાજ્યના ડઝનથી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જોકે, કાળઝાળ ગરમી સામે લોકોને થોડી રાહત મળી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય છે. અમદાવાદમાં તાપમાન 39.5 ડિગ્રી પર પહોંચ્યું, જ્યારે કે ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે.
બલાની સુંદર આ મહિલા પાસેથી છીનવી લેવાયો 7000 કરોડનો બિઝનેસ, પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકાઈ
ક્યાં કેટલી ગરમીનો પારો
કોણ છે ગુજરાતની મિસ્ટ્રી ગર્લ, જેને જોઈ શુભમન ગિલ ચાલુ મેચમાં શરમાઈ ગયો
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
ગુજરાતમાં મળ્યો બસ કરતા પણ મોટા કદનો સાપ, સમુદ્રમંથનનો વાસુકી નાગ હતો એ પુરવાર થયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે