Home> Gujarat
Advertisement
Prev
Next

4 સ્વરૂપવાન યુવતીઓ બની નકલી પોલીસ, દેહવ્યાપાર કરતી મહિલા પાસે તોડ કરવા ગયા અને...

ખાડીયામાં પોલીસ બનીને એક મહિલા પાસે રૂપિયા 30 હજારની ખંડણી માંગતા અસલી પોલીસના હાથે ઝડપાઇ છે. પોલીસે 4 મહિલાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

4 સ્વરૂપવાન યુવતીઓ બની નકલી પોલીસ, દેહવ્યાપાર કરતી મહિલા પાસે તોડ કરવા ગયા અને...

* નકલી મહિલા પોલીસ નો પર્દાફાશ
* રૂપિયા 30000 ની માંગી હતી ખંડણી
* જાગૃત મહિલાએ નકલી મહિલા પોલીસને ઝડપાવી 
* શોર્ટકટમાં પૈસા કમાવા માટે મહિલાઓને ષડયંત્ર

fallbacks

અમદાવાદ : નકલી મહિલા પોલીસનો પર્દાફાશ. ખાડીયામાં પોલીસ બનીને એક મહિલા પાસે રૂપિયા 30 હજારની ખંડણી માંગતા અસલી પોલીસના હાથે ઝડપાઇ છે. પોલીસે 4 મહિલાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. સ્ક્રીન પર જોવા મળતી મહિલાઓ શાતીર છે. નકલી પોલીસ બનીને ખાડિયામાં એક મહિલાના ઘરમાં ઘૂસી અને મહિલાઓ પર દેહવેપારનો આરોપ લગાવ્યો એટલું જ નહીં ફરિયાદ નહીં કરવા માટે રૂપિયા 30 હજારની માંગણી કરી હતી. જો કે આ જાગૃત મહિલાના કારણે નકલી મહિલા પોલીસનો ભાંડો ફૂટ્યો અને તે અસલી પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી. 

પ્રાંતિજમાં માનવતા શર્મસાર: મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી લાશ દાટી દીધી

ઘટનાની અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસના હાથે ઝડપાયેલા પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર અને દિપાલી પરમાર 8 નવેમ્બર ના રોજ ફરિયાદી મહિલાના ઘરે પહોંચી હતી. ફરિયાદીને દેહ વેપાર કરતી હોવાનું જણાવીને રૂપિયાની માંગણી કરી હતી. આ તમામ આરોપીએ મોઢા પર દુપટ્ટો લગાવ્યો હતો. નકલી મહિલા પોલીસની વર્તણુંક પર શંકા જતા ફરિયાદીએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. થોડી જ વારમાં ખાડિયા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. 

fallbacks
(ઝડપાયેલી ચારેય યુવતીઓ)

અમદાવાદ: કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 18 ટીમ ઘટના સ્થળે

તોડ કરવા આવેલી નકલી મહિલા પોલીસ પૈકી એક આરોપી ફરિયાદીના સંપર્કમાં હતી. ફરિયાદીના પતિના મૃત્યુ બાદ નાના બાળકોના જીવન ગુજરાન ચલાવવા દેહ વેપારના ધંધા સાથે જોડાઈ હતી. જેની માહિતી આ મહિલાને હતી. જેથી પૈસા પડાવવા માટે આ મહિલાઓ નકલી પોલીસ બનીને ફરિયાદીના ઘરે પહોંચી. જો કે આ દેહ વેપારનો ધંધો છોડી દીધો હોવાનું કહ્યા બાદ પણ નકલી મહિલા પોલિસ રોફ જમાવતી રહી. રૂપિયા 30 હજારની માંગ કરતા ફરિયાદીએ ખાડિયા પોલીસને જાણ કરતા ચારેય મહિલા આરોપીની ધરપકડ કરી છે. નકલી મહિલા પોલીસની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આ મહિલાઓ એ અગાઉ  નકલી પોલીસ બનીને કોઈ તોડ કે ખડણી ઉઘરાવી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More