Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ફરી એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો! નામાંકિત બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી ઝડપાયું!

ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લીકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લીકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બે નંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી.

ગુજરાતમાં ફરી એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો! નામાંકિત બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી ઝડપાયું!

સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો છે. સ્ટેટ વિઝીલન્સ ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી, ડબ્બાઓ સહિત સાધન સામગ્રી ઝપ્ત કરી ચાર જેટલા ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

મહાભંયકર આગાહી! અંબાલાલની પરસેવો છોડાવે તેવી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ખતરો

ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લીકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લીકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બે નંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખીલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુબલીકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. 

ગુજરાતના આ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા સો વખત વિચારજો! થશે આંતરડાને લગતી બીમારીઓ

તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી રહ્યા જ હશો. ત્યારે કેટલાક લેભાગુ તકસાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લીકેટેશન ઉપયોગ કરતા હોય છે. અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. થોડા સમય પહેલાં ડુપ્લીકેટ વિમલ ગુટકા નું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. થોડા દિવસ પહેલા કામરેજ પોલીસ એક મકાનની અંદર ચાલતું સુમુલ ડેરી બ્રાન્ડનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું છે. 

માથાના ભાગે પાવડાના ફટકા મારી પતિની દર્દનાક હત્યા! કળિયુગી પત્નીનું મોટું કારસ્તાન

ફરી એકવાર ઓલપાડની માસમાં જી.આઈ.ડી.સી માંથી વધુએક નકલી ઘી ની ફેકટરી સ્ટેટ વિઝીલન્સની ટીમે ઝડપી પાડી છે. મસમોટી ફેકટરીમાં ઘી ના ડબ્બાઓ, મશીનરી, ઘી નો જથ્થો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પામ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતા હતા. સ્ટેટ વિઝીલન્સ ની ટીમે ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલો લઈ વધી તજવીજ હાથ ધરી છે. આ સાથે સાથે પોલીસે નજીક માંથીજ એક ગોડાઉન પર ઝડપી પાડ્યું છે. પોલીસે મોટી માત્રામાં નકલી ઘી નો જથ્થો તેમજ મુદ્દામાલ ઝપ્ત કરી ચાર જેટલા ઇસમોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ શહેરમાં બનશે વધુ ત્રણ ફ્લાયઓવર; જાણો ક્યાં બનશે નવા બ્રિજ

સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ખાણી પીળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે. પરંતુ કેટલાક આરોગ્ય માફીઆઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More