Surat News પ્રશાંત ઢીવરે/સુરત : બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી વસ્તુઓ વેચવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે તમારા ખાવા અને નાહવાની વસ્તુઓ પણ નકલી વેચાઈ રહી છે. મહેસાણમાં વરિયાળિમાંથી નકલી જીરું બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ શેમ્પુ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડેડ શેમ્પુની કંપનીઓની બોટલમાં નકલી શેમ્પુભરીને વેચવામાં આવે છે. ત્યારે આવી નકલી વસ્તુઓથી સાવધાન રહેજો નહીં તો તમે પણ ભોગ બની શકો છો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુની ફેક્ટરી ચાલુ કરાઈ હતી. જેમાં વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના નામના સ્ટીકરો લગાવી શેમ્પુનું વેચાણ શરૂ કર્યું હતું. ત્રણ જેટલા લોકોએ અમરોલીમાં શેમ્પુ તૈયાર કરી ઉતરાણ વીઆઈપી સર્કલ પાસે આવેલા શ્રીનાથજી આઇકોનમાં-6 નંબરની દુકાનમાં વેચાણ શરૂ કર્યું હતું. જેને લઈ હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીને જાણ કરાઈ હતી.
ઘરમાં ઘઉં ભરવાના હોય તો ખાસ જાણવા જેવી માહિતી, આ માવઠું તમારું બજેટ ખોરવી લેશે
તેમણે તપાસ કરી પોલીસને જાણ કરી હતી. જેથી ઉતરાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર જઈ રેડ કરવામાં આવી હતી. શેમ્પુની ખાલી બોટલ, શેમ્પુ ભરેલા બેરલ તેમજ સ્ટીકર વગેરેનો મુદ્દામાલ મળી કુલ 7 લાખ 35 હજારની મત્તા કબ્જે કરી હતી. સાથે જ ત્રણ આરોપી જેમિલ ભરોળિયા, હાર્દિક ભરોળિયા અને નિકુંજ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે, આરોપીઓ વધુ કમાવવાની લાલચમાં હેડ એન્ડ શોલ્ડર્સના નામનો ઉપયોગ કરી ઓછા ભાવે શેમ્પુનું વેચાણ કરતા હતા. અમરોલી ખાતે વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુનું કારખાનું બનાવી સ્ટીકર લગાવતા હતા. ઉતરાણ ખાતે શ્રીનાથજી આઇકોનમાં જી 6 નંબરની દુકાનમાં વેચાણ કરતા હતા. જેથી પોલીસે મુદ્દામાલ સાથે ત્રણ ઈસમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રસિયા રૂપાળાનો મેળ પડી ગયો..! લાઈટ કાપતા કાપતા સીધા સ્ટુડીઓમાં પહોંચી ગયા..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે