Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી આવકવેરા અધિકારી બની વેપારીને ત્યાં પાડ્યા દરોડા, લાખો રૂપિયાનો કર્યો તોડ

ગુજરાતમાં નકલીની બોલબાલા દિવસેને દિવસે વધી રહી છે. નકલી વસ્તુઓ હોય કે નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ... બધુ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. 

નકલી આવકવેરા અધિકારી બની વેપારીને ત્યાં પાડ્યા દરોડા, લાખો રૂપિયાનો કર્યો તોડ

દાહોદઃ રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ચીજવસ્તુઓ ઠીક હવે તો મોટા-મોટા અધિકારીઓ પણ નકલી જોવા મળી રહ્યા છે. જાણે કોઈ ફિલ્મી કહાની હોય તેમ આવી ઘટનાઓ ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે. આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી છે. જ્યાં નકલી ઈન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ થયો છે. 

fallbacks

આ સમગ્ર મામલાની વાત કરીએ તો, સુખસર ગામે ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. આ નકલી અધિકારીઓએ બિલકુલ અસલી અધિકારીઓની જેમ માહોલ ઊભો કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓએ નાણા ધિરાણના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ચાલ્યું તંત્રનું બુલડોઝર, 96 બાંધકામો તોડી પડાયા

આ સાથે જ જો કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી હતી. સાથે જ આરોપીઓએ બે લાખ રોકડ લીધા હતા. જ્યારે આ છ શખ્સોએ બાકીના નાણા અન્ય જગ્યાથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સુખસર પોલીસે છ શખ્સો વિરુદ્ધ સરકારીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More