Mehsana News : ગુજરાતમાં નકલીનો વેપાર કરતા માફિયાઓ બેફામ બન્યા છે. મહેસાણામાં નકલી પનીર વેચતી ફેક્ટરીના માલિકે Z 24 કલાકના પત્રકાર પર હુમલો કર્યો હતો. આ હુમલો બતાવે છે કે ગુજરાતમાં આવા માફિયા પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજમાં નકલી પનીરના માફીયાઓ બેફામ બન્યા છે. ગઇકાલે મહેસાણામાં નકલી પનીર અને પામોલીન તેનો મોટો જથ્થો સીઝ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી બાદ કવરેજ કરવા ગયેલી Z 4 કલાકની ટીમ પર વેપારીએ હુમલો કર્યો હતો. જે બતાવે છે કે, લોકોના આરોગ્ય સાથે રમત રમતા નકલીના માફિયાને કોઈનો ડર નથી રહ્યો.
નકલીના માફિયાઓને કોઈ ડર નથી રહ્યો
આ હુમલો બતાવે છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ કે પોલીસ વિભાગ, નકલીના વેપારીને કોઈનો ડર નથી રહ્યો. નકલીનો વેપાર કરતા માફિયાએ Z 24 કલાકના રિપોર્ટરનો કેમેરો તોડવાનો પ્રયાસ, માઇકનો વાયર પણ ખેંચી નાંક્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢીલી નીતીના કારણે રાજ્યમાં નકલીના માફિયાઓને છુટ્ટો દોર મળ્યો છે. તે બતાવે છે કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માત્ર દેખાડા પુરતી કાર્યવાહી કરીને નિષ્ક્રીય થઈ જાય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ષોથી અડિંગો જમાવીને બેઠા છે. વર્ષોની સાંઠગાંઠના કારણે રાજ્યના નકલીના માફિયાઓને કોઇ જ ડર નથી રહ્યો.
પત્રકાર પર થયેલા હુમલા મુદ્દે સળગતા સવાલ
ઉલ્લેખનીય છે કે, મહેસાણા ફૂડ વિભાગ ધ્વારા વિજાપુરમાં પામઓઇલ મિક્સ કરી બનાવટી પનીર બનાવતી ફેકટરીમાં રેડ પાડવામાં આવી હતી. ડીવાઇન ફૂડ નામની ફેકટરીમાં રેડ પાડવામાં આવી હતી. ફેક્ટરીમાંથી 1 લાખ 29 હજાર કિંમતનું ભેળસેળવાળું 649 કિલો પનીર સીલ કરાયું હતું. 32 હજાર કિંમતના 238 પામોલિન તેલના ડબ્બા સીલ કરાયા હતા.
ત્યારે સમગ્ર ઘટના મુદ્દે Z 24 કલાકની ટીમ કવરેજ કરવા પહોંચતા ફેકટરી માલિકે પત્રકાર પર હુમલો કરી દીધો હતો. ઝી 24 કલાકની ટીમ સાથે મારામારી કરી હતી. પત્રકારનો કેમેરો ખેંચી લેવાનો પ્રયાસ કરાયો હતો. એટલું જ નહિ, ફેક્ટરીના માલિકે માઇકનો વાયર તોડ્યો હતો. ઝી 24 કલાકની ટીમને અપશબ્દ પણ બોલ્યા હતા.
પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા ભાઈની તસવીરને રાખડી બાંધીને રડી પડી બહેન, PHOTOs
ફૂડ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે - ગુજરાત કોંગ્રેસ
આ ઘટના અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, જે રીતની ગુરાતમા ખ્દાય પદાર્થમં બેળસેળનો આખો કૌભાંડ ચાલે છે. તે માત્ર નાના પાયે નથી. અતિ મોટાપાયે ચાલે છે. માનવ જિંદગીને કંઈ ખબર ન પડે. ભેળસેળના તંત્રમાં ફૂડ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર છે. આ હુમલો બતાવે છે કે, ભેળસેળ કરનારા માફિયા તરીકે વર્તી રહ્યા છે. તંત્ર મૌન છે. કારણ કે, હપ્તા પહોંચ છે. હપ્તારાજને કારણે ભ્ર્ષ્ટાચરના પાપે માનવ જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. જો ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ હોય તો અને મક્કમ હોય તો સંવેદનશીલતા અને મક્કમતા બતાવે. આ દેખાતું મોત નથી. ન દેખાતું મોત છે. ભેળસેળ કરનારાઓ સામે માત્ર જાહેરાત કરીને છુટી ન જાય. આ વેપલાને રોકવા સરકારે આગળ આવવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે