Fake PSI Case : કરાઈમાં નકલી પીએસાઈએ મામલે હવે મોટા એક્શન લેવાયા છે. જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 એડીઆઇ અને 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઓર્ડર રાતોરાત છૂટ્યો છે. પીએસઆઇ ભરતીનું વેરિફિકેશન કરનાર એસઆરપીના ચાર પોલીસમેન સસ્પેન્ડ કરાયા છે. નકલી પીએસઆઇ મામલાની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.
ગુજરાતના આ અતિ ચર્ચાસ્પદ કેસમાં કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઈ બનીને મયુર તડવી નામનો યુવક તાલીમ લેવા પહોંચ્યો હતો. ત્યારે ભાંડો ફૂટતા છેક ગૃહ મંત્રાલય સુધી વાત પહોંચી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસથી ફરી એકવાર ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ જેવી ઉપલી કેડરમાં પણ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.
મયુરે કઈ રીતે કૌભાંડ આચર્યુ?
ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.
આ પણ વાંચો :
ગુજરાત સરકારે પ્રોપર્ટી વેચવા કાઢી, તમને ખરીદવામાં રસ છે તો જાણી લેજો
આ રીતે હોળી પ્રગટાવો તો રોડને નુકસાન નહિ થાય, AMC એ અમદાવાદીઓને કરી ખાસ અપીલ
હેકિંગ અને ટેમ્પરરીંગ કરી પોલીસ વિભાગના કરાઈ ખાતે ટ્રેનિંગ દરમ્યાન ફેક કેન્ડીડેટ તરીકે મયુર કુમાર લાલજીભાઈ ચાવડાની પૂછપરછ હાથ ધરાઈ હતી.
ભરૂચના વિશાલ રાઠવાના નામ પર મયુરે પોતાનું નામ ચડાવી અને કરાઈ ખાતે ટ્રેનિંગ શરૂ કરી હતી. ગતરોજ સાંજે મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, મયુર તડવી ગેટ ઉપરથી ગૃહ વિભાગમાંથી આવેલું લિસ્ટ વેરીફાઈ કર્યા વગર ફક્ત કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવાયા હોઈ ઘૂસી ગયો હતો. જેના કારણે ફેક કોલ લેટર લઈ મયુર ચાવડા પણ ટ્રેનિંગ લેવા અંદર ઘૂસી ગયો હતો. એસટી ઉમેદવારોના લિસ્ટમાં વિશાલ ચાવડાનું ત્રીજા ક્રમ પર નામ હોય જે નામ પણ એડિટ કરી મયુરે પોતાનું નામ મયુર કુમાર લાલજીભાઈ તડવી લખી દીધેલ હોવાનું સામે આવ્યું.
વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે કાંડ કરતા સમગ્ર પરિવાર ચિંતામાં મૂકાયો છે. રાત દિવસ મહેનત કરી અને બિન હથિયારધારી પીએસઆઇની પરીક્ષામાં એસટી ઉમેદવાર તરીકેની પસંદગી પામેલ વિશાલ રાઠવાના માતાએ પણ તેને ભણાવવામાં અથાગ મહેનત કરી હોવાનું જણાવ્યુ હતું. જોકે, કરાઈ ખાતે ટ્રેનિંગમાં વિશાલ રાઠવા પણ હાજર હોઈ તેની પણ પૂછપરછ થઈ શકે છે.
આ પણ વાંચો :
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં આખું સ્ટેડિયમ ભાજપ સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા આક્ષેપો
ભર ઉનાળે વાદળો બંધાયા, જાણો ગુજરાતના કયા કયા શહેરોમાં છે વરસાદની આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે