Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે નકલીનો રાફડો ફાટ્યો! જેતપુરમાંથી PIનો નકલી રાઈટર ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભાંડો

અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઇ રહ્યા છે, ત્યારે જેતપુરમાથી નકલી પોલીસ ઝડપાયો છે, જે પોતે પીઆઈ હોવાનો રૌફ જમાવતો હતો. કોણ છે આ શખ્સ, શા માટે જમાવતો હતો પોલીસ હોવાનો રૌફ?

ગુજરાતમાં હવે નકલીનો રાફડો ફાટ્યો! જેતપુરમાંથી PIનો નકલી રાઈટર ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભાંડો

ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં નક્લી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઇ રહ્યા છે, ત્યારે જેતપુરમાથી નકલી પોલીસ ઝડપાયો છે, જે પોતે પીઆઈ હોવાનો રૌફ જમાવતો હતો. કોણ છે આ શખ્સ, શા માટે જમાવતો હતો પોલીસ હોવાનો રૌફ?

fallbacks

જન્માષ્ટમીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, ST વિભાગનો મોટો નિર્ણય!

જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઇ, અને પીઆઇ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશને બોલાવે છે,બાદમાં જેતપુર સીટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી ધમકાવતો હતો. જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હું પીઆઇનો રાઇટર બોલું છું. ત્યાંરબાદ હું જેતપુર સીટી પીઆઇ એ.ડી. પરમાર બોલું છું, તેમ કહી તમોએ યશ વસોયાને 15 હજાર રૂપિયા વ્યાજે આપેલ છે. 

Photos: યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શું દેખાડ્યું, એકદમ ગમગીન થઈ ગયો માહોલ

તેની અરજી સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે. માટે તમે પોલીસ સ્ટેશને બોલાવે છે, આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈના રાઈટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે પીઆઇ એ બોલાવ્યો જ નથી. અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીના છે જ નહીં. જેથી કારખાનેદારે પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો,ઝડપાયેલ શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની એવો પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું. 

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તક

સાથે જ આ કેસમાં તો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને એવી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આકરી પુછપરછ કરીને અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

શહેરો બની જશે જંગલ, રસ્તા પર દેખાશે હિંસક પ્રાણીઓ, માણસો ગાયબ થતાં જ આવશે મહાપ્રલય!

ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડન્સ ઓપરેન્ડિશ એવી હતી કે તે લોકોને પોલીસ નું ખોટું નામ આપી,ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની એમો ધરાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ તો નકલી પોલીસ ને અસલી પોલીસ નો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા પરંતુ જેલ ની હવા જરૂર થી મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More