Home> Gujarat
Advertisement
Prev
Next

રિવરફ્રંટ પર પ્રણયક્રીડા કરવા ગયેલા યુવાનને ફકીરે આશીર્વાદ આપ્યા અને 80 હજાર ગાયબ...

શહેરનું નજરાણું એવુ રિવરફ્રન્ટ પર ગુનાખોરી વધી છે. પહેલા ચોરી અને લૂંટના બનાવો બનતા હતા. ત્યારે હવે ચોક્કસ એક ગેંગ વેશ પલટો કરી બાવા બનીને આવી લોકોને લૂંટી રહી છે. એક એન.આર.આઈ યુવકને આ રીતે ફકીરના સ્વાંગમાં આવેલા લોકોએ લૂંટી લીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ગણતરીના સમયમાં આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

રિવરફ્રંટ પર પ્રણયક્રીડા કરવા ગયેલા યુવાનને ફકીરે આશીર્વાદ આપ્યા અને 80 હજાર ગાયબ...

ઉદય રંજન/અમદાવાદ : શહેરનું નજરાણું એવુ રિવરફ્રન્ટ પર ગુનાખોરી વધી છે. પહેલા ચોરી અને લૂંટના બનાવો બનતા હતા. ત્યારે હવે ચોક્કસ એક ગેંગ વેશ પલટો કરી બાવા બનીને આવી લોકોને લૂંટી રહી છે. એક એન.આર.આઈ યુવકને આ રીતે ફકીરના સ્વાંગમાં આવેલા લોકોએ લૂંટી લીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ગણતરીના સમયમાં આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

fallbacks

TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા

સીસીટીવી ફુટેજમાં દેખાતી ફકીરાના સ્વાંગમાં ફરતી ટોળકી પહેલા તો આ ટોળકી કોઈ પાસે જાય તો કોઈ પણ વ્યક્તિ 10 20 રૂપિયા આપી દે. પણ બાદમાં કોઈ ભોળી વ્યક્તિને પારખીને આ ટોળકી પરત આવી આશીર્વાદ આપવાનું કહી તેઓને લૂંટી લે છે. આવો જ એક કિસ્સો બન્યો શહેરના રિવરફ્રન્ટ પર સામે આવ્યો છે. શાહીબાગમાં રહેતા એન.આર.આઈ યુવક રિવરફ્રન્ટ પર ગયો હતો. ત્યાં આ બે લોકો ફકીરના સ્વાંગમાં આવ્યા. બાદમાં ચંદો આપવાનું કહી યુવક પાસે 10 રૂ. લીધા. અડધો કલાકમાં પરત આવ્યા. યુવક પોતાની જાળમાં ફસાઈ જાય તેમ માની આ શખ્સોએ હાથ લંબાવ્યો. તેને આશીર્વાદ બરકત મળશે તેમ કહી પર્સમાંથી 81 હજારની મતા લઈ છૂ થઈ ગયા.

ગરીબ ભોળા આદિવાસીઓના રૂપિયા ચાઉ કરી જનાર ઠગ વર્ષો બાદ ઝડપાયો

આરોપીઓએ બે દરગાહના ફોટો હાથમાં મૂકી આશીર્વાદ આપવાનું કહી પોતાના હાથમાં પાકિટ મુકાવ્યું હતું. બાદમાં અડધો કલાક બાદ ભોગ બનાર કુશાલ ભાઈએ પર્સમાં જોતા તેમના ડોલર સહિત 81 હજાર ગાયબ હતા. ફકીરના સ્વાંગમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. ગણતરીના સમયમાં જ આરોપી પ્યારુ સલાટની ધરપકડ કરી. આરોપી પ્યારુની સાથે બુચો નામનો વ્યક્તિ પણ હતો. અબે બુચાની પત્નીએ આ રૂપિયા ભરૂચમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું.

વ્યાજખોરોએ લીધો વધારે એક જીવ: નિકોલના આ યુવકની સ્ટોરી વાંચી આંખો ભરાઇ જશે

આરોપી બુચાની પણ સંડોવણી હોવાનું માની પોલીસે તેની અટકાયત તો કરી પણ આ ગેંગના આઠેક જેટલા સભ્યો સુરત, અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં ફરીને લોકોના આ રીતે નાણાં પડાવતા હોવાની એમ.ઓ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓની તપાસમાં અન્ય કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહેશે. જ ભિક્ષા આપતી વખતે સહુ કોઈ વ્યક્તિએ ચોક્કસ ધ્યાન રાખવું પણ જરૂરી બન્યું છે નહીં તો આ રીતે પસ્તાવવાનો વારો આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More