Ambalal Patel Monsoon Prediction હિતલ પારેખ/ગાંધીનગર : હજી તો વર્ષ 2025 ના ચોમાસાની શરૂઆત જ થઈ છે, આગળનું ચોમાસુ કેવું જશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાથે જ તેમણે ગ્રહો અને નક્ષત્રોના આધારે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ આગળ જતા કેવું વળાંક લેશે તેની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલની ચોમાસાની માટેની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ગુજરાતમાં અહી પૂર આવશે
દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં જળતર વધવાની શક્યતા રહેશે.
શક્તિસિંહનો ધડાકો, મેં રાજીનામું આપ્યું છે, આજે મારો પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે
જુલાઈની આ તારીખો આવશે વરસાદ
તારીખ 9 થી 15 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સાતમી જુલાઈ પછીનું વરસાદનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી. એટલે વરાબ થાય કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં આંતર ફેર કરવામાં આવે તો પાક પીળો પડવાની રહેતી હોય છે.
અષાઢી બીજમાં વરસાદ આવશે કે નહિ?
અષાઢી બીજના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અમદાવાદના ભાગોમાં વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ માટે આગાહી
મુસ્લિમ રાષ્ટ્રોની રાશિ ઋષભ હોવાથી તેમના ચોથા સ્થાનમાં અંગારક યોગ બને છે. ઇઝરાયેલની કુંડળીમાં કન્યા રાશિનું લગ્ન હોય તેવું જણાય છે. એટલે 12મા સ્થાનમાં અંગારક યોગ બને છે. ઈરાનમાં જન્મ લગ્ન કર્ક હોય તેમ જણાય છે. ઈરાનના આઠમા સ્થાનમાં રાહુ હોવાથી સવારક બાબતો બની શકે છે. તારીખ 23 જૂન 25 જૂનનો પ્રથમ સપ્તાહ જુલાઈ તારીખ 13 સુધી એક પછી એક બનતા બનાવો નજર રાખવી રહેશે.
ગૃહમાં પહોંચશે ગોપાલ! મેવાણીની જેમ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવો
અમેરિકા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે
રશિયાની રાશિ કુંભ હોવાથી તેમાં રાહુનું પ્રમાણ ચીનની રાશિ તેમના આઠમા સ્થાનમાં રાહુ છે એટલે રશિયા અને ચીન ઇરાક અને ઈરાન બની શકે છે અને અમેરિકાની રાશિ મિથુન હોવાથી મિથુન રાશિમાં આદ્રા નક્ષત્ર હોવાથી સૂર્યગુરૂ આંધ્રા નક્ષત્રમાં આવતા અમેરિકાના માંધાતાઓ પણ સવારક જૂન મગજ ને પ્રભાવિત કરે અને વિશ્વ શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે