સંદીપ વસાવા, સુરતઃ કમોસમી વરસાદથી અન્નદાતાના હાલ બેફાલ છે, ડાંગર પલળી જતાં ધરતીપુત્રોની સ્થિતિ કફોળી બની છે. હાલ સમગ્ર રાજ્યના ખેડૂતો માવઠાનો માર ઝેલી રહ્યા છે. ત્યારે વાત એક એવા ખેડૂતોની અમે કરીશું જેમને નતો માવઠાનો માર પડ્યો છે, નતો કાળઝાળ ગરમીમાં પાકને કોઈ નુકસાન ગયું છે. ટેક્નોલોજીનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કેટલી ફાયદાકારક છે તે સાબિત કર્યું છે....કોણ છે આ ખેડૂત?...શું છે તેમની પાસે ટેક્નોલોજી?...જુઓ આ અહેવાલમાં...
જ્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડા ખેડૂતોના પાકને બરબાદ કરી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઘલા ગામના ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવો જ અધ્યાય લખ્યો છે...પોતાના 300 વીઘાના ખેતરમાં માવઠાની કોઈ અસર નથી થઈ, અને તેનું રહસ્ય છે AI આધારિત વેધર સ્ટેશન...
પ્રવીણભાઈએ 2021માં ઈઝરાયલની મુલાકાત દરમિયાન આવું એક ખેતર જોયું અને પોતાના ખેતરમાં આ ટેક્નોલોજી લાવવાનું નક્કી કર્યું. બેંગલોરની એક કંપનીની મદદથી તેમણે આ વેધર સ્ટેશન બનાવડાવ્યું. આ સ્ટેશનમાં 12 સેન્સર્સ છે - 9 જમીનની ઉપર અને 3 જમીનની નીચે. આ સેન્સર્સ પવનની ગતિ, દિશા, ગરમી, વરસાદની આગાહી અને જમીનના ભેજની સચોટ માહિતી આપે છે....
કેવી રીતે કરે છે કામ?
12 સેન્સર્સ છે, 9 જમીનની ઉપર અને 3 જમીનની નીચે
સેન્સર્સ પવનની ગતિ, દિશા, ગરમી, વરસાદની આગાહી
જમીનના ભેજની સચોટ માહિતી આપે છે
આ પણ વાંચોઃ ભાજપની જબરી ગેમ! ટાઢા પાણીએ ખસ કાઢવાનો ખેલ, મેવાણી અસલી ખેલાડી નીકળ્યો
આ વેધર સ્ટેશન 2થી 3 કિલોમીટરની ત્રિજ્યામાં 14 દિવસ અગાઉની હવામાનની સચોટ આગાહી આપે છે. એપ્લિકેશનની મદદથી પ્રવીણભાઈને વરસાદ, પવન કે રોગના હુમલાની અગાઉથી જાણકારી મળી જાય છે, જેથી તેઓ પાકને બચાવવા સમયસર પગલાં લઈ શકે છે. પરિણામે, તેમના ખેતરમાં આજે પણ લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે....
પ્રવીણભાઈનું આ વેધર સ્ટેશન આજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. ઘણા ખેડૂતો અહીં મુલાકાત લઈને આ ટેક્નોલોજીની માહિતી મેળવી રહ્યા છે. AI આધારિત આ સ્ટેશન ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યું છે, જે કુદરતી આફતો સામે પાકનું રક્ષણ કરીને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારી શકે છે.
પ્રવીણભાઈની આ સફળતા એ બતાવે છે કે ટેક્નોલોજી અને ખેતીનો સમન્વય ખેડૂતોનું ભવિષ્ય બદલી શકે છે. AI વેધર સ્ટેશન જેવી આધુનિક ટેક્નોલોજી ખેતીને માત્ર સુરક્ષિત જ નથી બનાવતી, પરંતુ ખેડૂતોના જીવનમાં પણ સમૃદ્ધિ લાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે