તેજસ દવે, મહેસાણાઃ તનતોડ મહેનત કરીને દેશવાસીઓનું પેટ ભરતાં ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવતાં નથી...ક્યારેક વધુ વરસાદ પડે તો સમસ્યા, ક્યારેક ઓછો પડે તો સમસ્યા...હવે તો ખેડૂતોને ખાતરના નામે નકલી ખાતર પધરાવી દેવાનું કામ પણ કેટલીક ખાનગી કંપનીઓ કરી રહી છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો સાથે આવો જ ખેલ થયો છે...37 જેટલા અલગ અલગ ખાતરના નમૂના ફેલ જતાં ધરતીપુત્રોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે...ત્યારે શું છે ખાતરનો આ સમગ્ર ખેલ?...જુઓ આ અહેવાલમાં..........
જગતનો તાત એક પછી એક મુશ્કેલી...એક બાદ એક સમસ્યામાંથી બહાર જ આવી શક્તો નથી...દેશવાસીઓનું પેટ ભરવા માટે રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરતો ખેડૂત કોઈને કોઈ જગ્યાએ છેતરાઈ જ જાય છે...ક્યારેક અતિવૃષ્ટીમાં તો ક્યારેક અનાવૃષ્ટિથી અન્નદાતા બહાર આવી શક્તો જ નથી...તો આ બન્નેમાંથી જો હેમખેમ બહાર નીકળે તો પોતાની ઉપજના પુરતા ભાવ ન મળે તો અન્નદાતા પર સંકટ આવી જાય છે...કારણ કે જેટલો ખર્ચ કર્યો હોય તેટલા પણ ભાવ નથી મળતાં...પરંતુ હવે તો અન્નદાતાને પણ છેતરવાનું કામ કેટલીક ખાનગી કંપનીઓ કરી રહી છે...અપ્રમાણિત ખાતર ખેડૂતોને વેચી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવવાનો ધંધો આ ખાનગી કંપનીએ આદર્યો છે...મહેસાણા જિલ્લામાં કંઈક આવું જ થયું છે...જ્યાં છેલ્લા 2 વર્ષમાં 37 જેટલા ખાતરના નમૂના ફેલ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે....
મહેસાણામાં શું બન્યું?
છેલ્લા 2 વર્ષમાં 37 જેટલા ખાતરના નમૂના ફેલ
ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે
મહેસાણા જિલ્લા ખેતી વિભાગ દ્વારા 1262 જેટલા નમૂનાની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 1225 નમૂના પ્રમાણિત થયા જ્યારે 37 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. એટલે કે આ અપ્રમાણિત ખાતરનો જે જે ખેડૂતોએ ઉપયોગ કર્યો તેમના ખેતરમાં કંઈ જ ન પાક્યું...ઉપરથી મોટી નુકસાની વેઠવી પડી...આવા નકલી ખાતર બનાવતી કંપનીઓ સામે ગાળિયો કસવામાં આવે અને એકલો દંડ નહીં પરંતુ કડક કાર્યવાહી થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ થરાદ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, એક જ પરિવારના પાંચ લોકોના મોત
ખાતરના 37 નમૂના ફેલ
1262 નમૂનાની તપાસ
નકલી ખાતરથી નુકસાની
કંપની સામે કાર્યવાહી ક્યારે?
અપ્રમાણિત ખાતર ઝેરી અને બિન ઉપજાઉ હોય છે, આ ખાતરથી પાકને કોઈ ફાયદો થતો નથી ઉપરથી જમીનને ભારે નુકસાન પહોંચે છે...આ મામલે જ્યારે અમે જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, જેના પણ નમૂના ફેલ ગયા તેમને દંડ કરવામાં આવ્યો છે. સાથે જ વહીવટી પગલાં લેવામાં આવ્યા છે. ખેતી અધિકારીએ ખેડૂતોને પણ સલાહ આપી કે ખાતર ખરીદતી વખતે ગુણવત્તાની ખાસ ચકાસણી કરવી જોઈએ.
ખેતી અધિકારી ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે ગુણવત્તા યુક્ત ખાતર લેવાનો આગ્રહ રાખો. પરંતુ અધિકારી સાહેબને અમારે કહેવું છે કે ગામડાનો અભણ કે અશિક્ષિત ખેડૂતને કેવી રીતે ખ્યાલ આવે કે ખાતરમાં ગુણવત્તા છે કે નહીં?...શું ખેડૂત પાસે ખાતરની ચકાસણી કરવાનું કોઈ સાધન હોય ખરા?...ખેડૂતને સલાહ આપ્યા કરતાં તંત્ર કંપનીઓ નકલી ખાતર બનાવે જ નહીં તેવું કંઈ તમે ન કરી શકો?...નકલી ખાતર માર્કેટ સુધી પહોંચે જ નહીં તેવું તમે ન કરી શકો?...ખેડૂતોને તમે એવો વિશ્વાસ કેમ નથી અપાવી શક્તા કે તમે કોઈ પણ ખાતર ખરીદો તે અસલી જ હશે?...જવાબદારી તંત્રની છે પરંતુ તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે જગતના તાત પર જે જવાબદારી ઢોળવામાં આવી રહી છે તે ખોટું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે