Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીમાં દિવસે વિજળી આપવા ખેડૂતોની ઉગ્રમાંગ, સૂર્યોદય યોજનાનો અમલ કરવા તંત્રને અપીલ

સરકાર દ્વારા કિસ્સાની સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે ભારતીય કિસાન સંઘ ની માંગ છે કે ખેડૂતોને વીજળી નિયમિત આપવામાં આવે. હાલ વીજળી ખેત વિસ્તારોમાં અનિયમીત આવે છે તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને સતત આઠ કલાકની વીજળી નથી મળતી તો વીજળી ખેડૂતોને પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કરી છે.

અમરેલીમાં દિવસે વિજળી આપવા ખેડૂતોની ઉગ્રમાંગ, સૂર્યોદય યોજનાનો અમલ કરવા તંત્રને અપીલ

કેતન બગડા/અમરેલી : સરકાર દ્વારા કિસ્સાની સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે ભારતીય કિસાન સંઘ ની માંગ છે કે ખેડૂતોને વીજળી નિયમિત આપવામાં આવે. હાલ વીજળી ખેત વિસ્તારોમાં અનિયમીત આવે છે તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને સતત આઠ કલાકની વીજળી નથી મળતી તો વીજળી ખેડૂતોને પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કરી છે.

fallbacks

કચ્છની એક એવી કળા કે જે વિલુપ્ત થવાના આરે, ભલભલા રાજાઓને ડોલાવી દેતી હતી આ કળા

છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે અને પુરા આઠ કલાક વીજળી આપવામાં આવે પરંતુ ખેડૂતોના કહેવા પ્રમાણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. જેના કારણે ખેડૂતો પિયત માટે પાણીનો ઉપયોગ ખેતરોમાં કરી શકતા નથી. અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો સાવરકુંડલાના કરઝાળા ગામના ખેડૂતોની વાત કરીએ તો હાલ આ વિસ્તારમાં વીજળી અનિયમીત આવે છે. જેના કારણે ખેતીકામ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે.  તો કેટલાક વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે ત્યારે ખેડૂતોનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રે વીજળી આવે છે આ વિસ્તારમાં સિંહ અને દિપડાનું જોખમ પણ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતો રાત્રે પાણી વાળવા માટે ખેતરોમાં જઈ શકતા નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કિસાન સૂર્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તો ખેડૂતો ખેતી કરી શકે તેમ છે.

GUJARAT CORONA UPDATE: 245 નવા કેસ, 644 દર્દી સાજા થયા, 5 નાગરિકોનાં મોત

ખેડૂતોના કહેવા પ્રમાણે સરકાર વિવિધ યોજના શરૂ કરે છે પરંતુ અમુક વિસ્તારમાં આ યોજનાનો અમલ થતો નથી. જેથી ખેડૂતોને ખેતી કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી અને ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે. દરેક ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે સરકાર દ્વારા દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતો પોતાના પાક માટે પિયત કરી શકે છે.

ગુજરાતમાં વિકાસ જ વિકાસ: જામનગર- અમદાવાદ તાલુકાના 739 કરોડ મંજૂર કરાયા

ખેડૂતો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે, ખેતી માટે સરકાર આઠ કલાક વીજળી આપે અને જો સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતો પોતાના પાક માટે પિયત કરી શકે પરંતુ અમુક વિસ્તારોમાં દિવસે વીજળી આવે છે તો અમુક વિસ્તારોમાં રાત્રે વીજળી આવે છે. આમ રાત્રે વીજળી પત્રોમાં આવવાથી ખેડૂતો ને વન્ય પ્રાણીઓનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા દિવસે ખેડૂતોને વીજળી આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More