Home> Gujarat
Advertisement
Prev
Next

Aravalli: ઉત્પાદન સમયે બટાકાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં

અરવલ્લી જિલ્લામાં રવિ સીજનમાં ખેડૂતોએ સુધી વધુ ઘઉં અને ત્યાર બાદ બીજા ક્રમે 27 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ બટાકામાં પોખરાજ અને એલઆર એમ બે જાતના બટાકાનું વાવેતર કર્યું છે.
 

Aravalli: ઉત્પાદન સમયે બટાકાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં

સમીર બલોચ, અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં બટાકાના (Poteto) ઉત્પાદન સમયે ભાવ ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસમાં પ્રતિ 20 કિલોએ 20થી 40 રૂપિયા જ્યારે ગત વર્ષની સરખામણીમાં પ્રતિ 20 કિલો પાછળ 50 રૂપિયા ઘટાડો થતા ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

fallbacks

અરવલ્લી જિલ્લામાં રવિ સીજનમાં ખેડૂતોએ સુધી વધુ ઘઉં અને ત્યાર બાદ બીજા ક્રમે 27 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ બટાકામાં પોખરાજ અને એલઆર એમ બે જાતના બટાકાનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઇ જતા ખેડૂતો હાલ પાક બહાર કાઢવાના કામે જોતરાયા છે. પણ પાક તૈયાર થઇ વેચવાના સમયે બટાકાના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસ અગાઉ બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 200થી 210 હતા તે હાલ ઘટીને 170થી 180 થઇ ગયા છે જ્યારે ગયા વર્ષની સરખામણીની વાત કરીએતો ગયા વર્ષે બટાકાનો ભાવ 250 રૂપિયા પ્રતિ 20 કિલો હતો જે આ વર્ષે ઘટીને 180 થી 200 થઇ જતા ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 50 રૂપિયા જેટલું નુકશાન શાન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- Mahesana: ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર નહીં, ભાજપની સામે તેના બળવાખોર મેદાનમાં  

બીજી તરફ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં બટાકાનું વાવેતર 30 ટકા જેટલું વધુ થયું છે. જેથી વાવેતર વધ્યું છે પણ ઉતારો ખુબ ઓછો આવ્યો છે જેની પાછળ બટાકાના પાકમાં નિમીટોડ નામનો રોગ મુખ્ય કારણભૂત છે. ગયા વર્ષે એક વીઘા દીઠ ખેડૂતોએ 400 મણ ઉતારો મેળવ્યો હતો. જે આ વર્ષે માત્ર વીઘા દીઠ 250 મણ ઉતારો મળી રહ્યો છે. જેથી ચાલુ વર્ષે ઉતારામાં પણ ખેડૂતને નુકશાન છે જ્યારે ભાવ ઘટતા ભાવમાં પણ ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ મામલે કોલ્ડ સ્ટોરેજ એસોશિએશન પ્રમુખે પણ જણાવ્યું હતું કે ચાલુ સાલે જિલ્લામાં વાવેતર વધુ છે પણ ઉતારો ઓછો આવતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ જે ખેડૂતોએ કોન્ટ્રાકટ ફાર્મિંગ કર્યું છે. તેવા ખેડૂતોને  ચિંતા ઓછી છે પણ કોન્ટ્રાકટ ફાર્મિગ વગરના ખેડૂતોને નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More