Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠાના ખેડૂતો હવે સરકારના કામ આમળવાની તૈયારીમાં, પાણી નહી તો વોટ નહી

જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે. જેને લઈને ખેડૂતો ગામડે-ગામડે ફરીને બેઠકો કરી ગામડાઓમાં ઢોલ વગાડીને ખેડૂતોને જાગૃત કરીને બેનરો લગાવી રહ્યા છે. 4 મેંના રોજ દિયોદર પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પહોંચવાનું આહવાન કરી રહ્યા છે.

બનાસકાંઠાના ખેડૂતો હવે સરકારના કામ આમળવાની તૈયારીમાં, પાણી નહી તો વોટ નહી

અલ્કેશ રાવ/ બનાસકાંઠા : જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે. જેને લઈને ખેડૂતો ગામડે-ગામડે ફરીને બેઠકો કરી ગામડાઓમાં ઢોલ વગાડીને ખેડૂતોને જાગૃત કરીને બેનરો લગાવી રહ્યા છે. 4 મેંના રોજ દિયોદર પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પહોંચવાનું આહવાન કરી રહ્યા છે.

fallbacks

નડ્ડાનો ગુજરાત પ્રવાસ: ભાજપ અધ્યક્ષે કહ્યું કોંગ્રેસ હવે ભાઇ બહેનની પાર્ટી બની ચુકી છે

ખેતી અને પશુપાલન ઉપર આધારીત બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ખુબજ ઊંડા જવાથી પાણીનું સંકટ ઉભું થયું છે. જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી બાજુ જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે જળ આંદોલનના માર્ગે વળ્યાં છે. જેને લઈને મોટી સંખ્યા ખેડૂતો જળ આંદોલનમાં જોડાય તે માટે ખેડૂતો 100 જેટલા ગામડાઓમાં જઈ રહ્યા છે. 

અમદાવાદનાં ઇતિહાસમાં 2 મેયર જ એવા થયા જેમણે સરકારી રોયલ બંગ્લામાં જવાનો સ્વેચ્છાએ ઇન્કાર કર્યો

ગામડાઓમાં જળ નહિ તો વોટ નહિના બેનરો લગાવીને ઢોલ વગાડી ગામના ખેડૂતોને જળ આંદોલન માટે જાગૃત કરી ખેડૂતો સાથે બેઠકો કરી રહ્યા છે. જેમાં દરેક ગામડાઓના ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અનેક ગામડાઓમાં ખેડૂતોએ બેઠકો કરી આગામી 4 મેંના જળ આંદોલનની શરૂઆત કરીને દિયોદર પ્રાંત કચેરીએ જ્યાર સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહિ છોડાય ત્યાર સુધી ધરણા ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે. લાખો ખેડૂતોને જળ આંદોલનમાં જોડાવવા આહવાન કર્યું છે.

જેલ અધિક્ષકે બનાવી સેક્સ જેલ, વિદેશી મહિલા કેદી સાથે બેરેકની અંદર જ હવસની ભૂખ સંતોષી

સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તે માટે અમે જળ આંદોલન કરીશું. આગામી 4 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા કરીશું. જળ આંદોલન માટે ગામડે ગામડે બેનરો લગાવવામાં આવી રહ્યા છે. પાણી લઈને જ જમ્પીશું તેમ ખેડૂતોએ હુંકાર કર્યો છે. ખેડૂતોના અનુસાર તેમને ખેતી માટે તો ઠીક પણ પીવા માટે પણ પાણી નથી. ખેડૂતને કઇ રીતે જીવવું એટલે અમારે ના છૂટકે આંદોલન કરવું પડે છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલનનું રણશીગુ ફુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More