Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતોએ દિલમાં લાગેલી આગથી બાળ્યો પાક, બરાબરની ચાલી રહી છે પનોતી

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે મોટાભાગના ખેડૂતો (Farmer)નો પાક (Crop) નિષ્ફળ ગયો છે. આ સંજોગોમાં સરકાર દ્વારા રાહત (Package) જાહેર કરવામાં આવી છે પણ મોટાભાગના ખેડૂતોને એ અપુરતી લાગે છે અને રાહત મામલે તેમનામાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

ખેડૂતોએ દિલમાં લાગેલી આગથી બાળ્યો પાક, બરાબરની ચાલી રહી છે પનોતી

રાજકોટ/રક્ષિત પંડ્યા, નરેશ ભાલિયા : રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે મોટાભાગના ખેડૂતો (Farmer)નો પાક (Crop) નિષ્ફળ ગયો છે. આ સંજોગોમાં સરકાર દ્વારા રાહત (Package) જાહેર કરવામાં આવી છે પણ મોટાભાગના ખેડૂતોને એ અપુરતી લાગે છે અને રાહત મામલે તેમનામાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

fallbacks

આજે જેતપુરના પીઠડીયા ગામના ખેડૂતોના આક્રોશનો પરચો જોવા મળ્યો હતો. તેમણે 20 વિઘા જેટલા વિસ્તારનો ઉભા કપાસનો પાક ઉખેડી નાખીને સળગાવી નાખ્યો છે. વિસ્તારમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને લઈને કપાસનો પાક નિષ્ફળ ગયો છે અને કપાસમાં ગુલાબી ઈયળો આવી ગઈ હોવાને પગલે પાક નિષ્ફળ ગયો હતો. ખેડૂતોએ કાઢી નાખેલ કપાસનો ઢગલો કરીને એને સળગાવ્યો હતો તેમજ વીમા કંપની અને સરકાર વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. 

આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતોએ પણ રોષનું પ્રદર્શન કર્યું હતું. કાલાવડ તાલુકાના નવાણીયા ખાખરીયા, જસાપર અને મોટા વડાળા ગામના ખેડૂતોના દિલમાં રોષની આગ સળગી રહી છે. તેમણે ખેતરમાં કપાસ સળગાવી અને બકરાને ખવડાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે કાલાવડ તાલુકાના મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે. અહીં તૈયાર પાકમાં 5 વખત કમોસમી વરસાદ પડ્યો છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More