ગાંધીનગરઃ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ખેડૂતો માટે ચોમાસું સૌથી મહત્વનું કહેવાતું હોય છે પરંતુ હાલ ખેતીની ફુલબહાર સીઝનમાં પણ જગતનો તાત પરેશાન છે. કારણ છે રાજ્યભરમાં ખાતરની અછત...ખાતર ડેપો પર ખેડૂતોની લાઈનો છે, કલાકો સુધી લાઈનમાં રહ્યા બાદ પણ ખાતર નથી મળી રહ્યું....અછતના આ ખેલનું શું છે કારણ?...શું બોલ્યા કૃષિ મંત્રી?...જુઓ આ અહેવાલમાં....
ચોમાસાની સીઝન ખેડૂતો માટે આશાનો કિરણ લઈને આવે છે, પરંતુ આ વખતે ગુજરાતના ધરતીપુત્રો ચિંતામાં ડૂબેલા છે. કારણ?... રાજ્યભરમાં ખાતરની અછત...
તાપીના વ્યારા GNFC ડેપો પર યુરિયા માટે ખેડૂતો રવિવારથી જ લાઇનમાં ઉભા છે, પણ હાથમાં નિરાશા સિવાય કંઈ નથી મળી રહ્યું. ડેપો સંચાલકો કહે છે, ઉપરથી સ્ટોક નથી આવતો. બીજી તરફ, દાહોદના દેવગઢબારિયા એગ્રો સેન્ટર પર નાયબ ખેતીવાડી નિયામકે તપાસ શરૂ કરી, જ્યાં ઘણા સેન્ટર બંધ જોવા મળ્યા.
ખાતરની અછત
જગતનો તાત પરેશાન
લાઈનમાં ધરતીપુત્રો
યુરિયાની અછત કેમ?
સરકારસર્જિત અછત?
રાજ્યભરમાં આ જ સ્થિતિ
ચોમાસામાં જ આવું કેમ?
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરની અછતની ફરિયાદોને ગંભીરતાથી લીધી છે. તેમણે 18 જિલ્લામાં તપાસ ટીમો ગોઠવી છે, જે ખાતરની અછત અને અનિયમિતતાની તપાસ કરશે. મંત્રીએ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
પરંતુ સવાલ એ છે કે શું આ અછત જાણીજોઈને સર્જવામાં આવી છે?...શું નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા આ ખેલ રચાયો છે?...ખેડૂતો નેનો યુરિયા અપનાવવામાં ખચકાય છે?..કારણ કે તેની કિંમત, ઉપલબ્ધતા અને અસરકારકતા અંગે શંકાઓ છે.
શું આ અછત જાણીજોઈને સર્જવામાં આવી છે?
શું નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા ખેલ રચાયો છે?
ખેડૂતો નેનો યુરિયા અપનાવવામાં ખચકાય છે?
જગતનો તાત આજે પણ ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે, પણ ખાતરની અછતે તેમની મહેનત પર પાણી ફેરવ્યું છે. સરકારની તપાસ ટીમો શું રંગ લાવશે? શું ખેડૂતોને સમયસર ખાતર મળશે? આ સવાલોના જવાબ હજુ બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે