Home> Gujarat
Advertisement
Prev
Next

'અમારી દીકરી પાછી આપો', ફિલ્મી ઢબે યુવતીના પરિવારે યુવકના પિતા-બહેનને ઉઠાવ્યા...

પ્રેમ લગ્નમાં બબાલના અનેક કિસ્સાઓ આપે જોયા સાંભળ્યા હશે. પ્રેમ લગ્ન બાદ બબાલ નો માં વધુ એક કિસ્સો સુરત જિલ્લામાં સામે આવ્યો છે. જિલ્લાના ઉમરાખ ખાતે ગઈકાલે સાંજના સમયે એક અપહરણની ઘટના બની હતી.

'અમારી દીકરી પાછી આપો', ફિલ્મી ઢબે યુવતીના પરિવારે યુવકના પિતા-બહેનને ઉઠાવ્યા...

સંદીપ વસાવા/બારડોલી: બારડોલીના ઉમરાખ ગામ ખાતે અપહરણની ઘટના બની હતી. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા અને બહેન ને પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા. ફિલ્મી ઢબે બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા LCB ની ટીમે પીછો કરી ગણતરીના કલાકોમાં અપહરણકર્તાઓને ઝડપી પાડી અપહૃતઓને છોડાવી અપહરણકારોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી હતી. 

fallbacks

Jioને પછાડવા લોન્ચ થયો BSNLનો સાવ સસ્તો રિચાર્જ પ્લાન, 160 દિવસ રોજ ધમધોકાર 2GB ડેટા

પ્રેમ લગ્નમાં બબાલના અનેક કિસ્સાઓ આપે જોયા સાંભળ્યા હશે. પ્રેમ લગ્ન બાદ બબાલ નો માં વધુ એક કિસ્સો સુરત જિલ્લામાં સામે આવ્યો છે. જિલ્લાના ઉમરાખ ખાતે ગઈકાલે સાંજના સમયે એક અપહરણની ઘટના બની હતી. બારડોલી નજીક આવેલા બામણી ગામના એક પરિવારના યુવકે 1 વર્ષ પહેલાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ બારડોલી તાલુકામાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 

કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન, દિલ ખોલીને આપી 65 હજાર કરોડની સબસીડી

જોકે યુવતીના પરિવારને આ મંજુર ન હતું અને યુવતીનો પરિવાર અવાર નવાર યુવતીને પરત માંગી રહ્યા હતા. ગઈકાલે સાંજના સમયે યુવકના પિતા અને બહેન બારડોલીના ઉમરાખ ગામે આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યાંથી યુવતીના પરિવારના ચાર સભ્યોએ આર્ટિગા કારમાં યુવકના પિતા અને બહેનનું અપહરણ કરી લીધું હતું અને તેઓને ઢોર માર મારી રાજસ્થાન લઈ જઈ કહું કરી નાખવાની ધમકી આપી હતી. 

'હીરોઈન બનવું છે તો ગુજારવી પડશે રાત', આ એક્ટ્રેસને કાસ્ટિંગ ડિરેક્ટરે કરી ઓફ

ફિલ્મી ઢબે સર્જાયેલા ઘટનામાં અપહરણની ઘટનાની જાણ યુવકને થતા યુવકે તરત જ બારડોલી રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા એલસીબી તેમજ એસઓજીને જાણ કરી ચારે તરફ નાકાબંદી ગોઠવી દીધી હતી. આરોપીઓ જે તરફ અપહરણ કરીને લઈ જતા હતા એ તરફ માંગરોળના ઝંખવાવથી નર્મદા જિલ્લાના નેત્રંગ માર્ગ પરથી અપહરણકારોને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. 

ગઈ તક હાથમાંથી! ધડામ થયા બાદ અચાનક કેમ સોનામાં આવ્યો મોટો ઉછાળો? જાણો રેટ

તમામને બારડોલી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, અપહરણકારોએ ભોગ બનનાર યુવકના પિતા અને બહેનને માર મારતા બંનેને હાલ બારડોલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અપહરણની ઘટનામાં વાપરવામાં આવેલી આર્ટિગા કાર કબ્જે લીધી છે અને સમગ્ર ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. હિન્દી ફિલ્મમાં એક ડાયલોગ છે. પ્યાર કે દુશ્મન કઈ લોગ. લેકિન પ્યાર વહી પાતે હૈ ઝીંકે ઇરાદે નેક ઔર મજબૂત હોતે હૈ. આ કિસ્સામાં યુવક યુવતીએ હિમ્મત દાખવી ફરીથી પરિવારજનોએ બાથ ભીરવી છે. જોકે આગળ સમય જ બતાવશે કે પ્રેમ પ્રકરણમાં હજી કેટલી બબાલ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More