કચ્છ : સરહદી વિસ્તાર ખાવડામાં જમીનની અદાવત ફરી એકવાર લોહીયાળ બની છે. ખાવનાડા નાના દિનાર પાસેનાં હુસેનવાંઢમાં જમીનનાં ઝગડામાં બે લોકોની હત્યા થઇ છે. ગૌચરની જમીનમાં વાડા બનાવવા મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો. એક સાથે 6 લોકોએ હુમલો કરતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અથડામણમાં સામા પક્ષે 3 લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે 3 લોકો ફરાર થઇ ગયા હતા.
ઘરના આ ખુણામાં જરૂર પ્રગટાવજો દીવડો, લક્ષ્મીજીની કૃપા વરસશે ધનની થશે રેલમછેલ
પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી છે. ખૂની હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ATM પર છપાવો તમારા બાળકની તસ્વીર, આ બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ
હુસૈનવાંઢના ભીલાલ ઇસ્માઇલ સમા અને તેમના પુત્ર ઇશાક ભીલાલ સમાની ગૌચરના વાડા બનાવવા મામલે હુમલો થયો હતો. બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ બંન્નેના મોત નિપજ્યાં છે. બંન્નેનાં મૃતદેહો ખાવડા સીએસસી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામા પક્ષે ત્રણેય ઘવાયેલા લોકોનાં સીએસસી અને રીફર કરીને ભુજની જી.કે જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે