Home> Gujarat
Advertisement
Prev
Next

પિતા કહેવા કે શું કહેવું? ઘરના બધા સુઈ ગયા બાદ 10 વર્ષની પુત્રી પર બગાડી નજર અને...

ભરૂચમાં (Bharuch) પિતા-પુત્રીના (Father-Daughter) સંબંધને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગા પિતાએ (Father) 10 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ (Rape) કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે

પિતા કહેવા કે શું કહેવું? ઘરના બધા સુઈ ગયા બાદ 10 વર્ષની પુત્રી પર બગાડી નજર અને...

ભરત ચુડાસમા/ ભરૂચ: ભરૂચમાં (Bharuch) પિતા-પુત્રીના (Father-Daughter) સંબંધને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગા પિતાએ (Father) 10 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ (Rape) કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, આ મામલે પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં (Ankleswar) એક પિતાએ પિતા-પુત્રીના સંબંધને (Father-Daughter Relationship) કલંકીત કર્યો છે. અક્લેશ્વરના રાજપીપળા (Rajpipla) રોડ પર રહેતા શ્રમજીવી પરિવારમાં આ ઘટના બની છે. 5 બાળકોના પિતાએ (Father) રાત્રિ દરમિયાન પત્ની અને અન્ય બાળકો સુઈ ગયા બાદ નરાધમ પિતા તેની 10 વર્ષની પુત્રી (Daughter) પાસે ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની 10 વર્ષની પુત્રીને પોતાની વાસનાનો શિકાર (Victim Of Lust) બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો:- પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video

નરાધમ પિતાએ (Father) પોતાની 10 વર્ષની સગી પુત્રી (Daughter) પર નજર બગાડી અને તેની સાથે શારીરિક અડપલાં (Physical Abuse) કર્યા અને તેની સાથે દુષ્કર્મ (Rape) કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, તે જ દરમિયાન બાળકીની માતા જાગી ગઈ હતી અને તેના પતિની આ કરતુત જોઈ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ મહિલાએ તેની પુત્રીને પોતાની પાસે સુવડાવવા માટે અન્ય રૂમમાં લઈ ગઈ હતી.

આ પણ વાંચો:- સુરતમાં બાળકીના મોતથી માતા-પિતા અજાણ, ઘરનો સ્લેબ પડવાથી પરિવાર ઇજાગ્રસ્ત

જો કે, આ ઘટના બાદ મહિલા તેના પતિના ગુસ્સાને જાણતી હોવાથી તે રાત્રી દરમિયાન મહિલાએ આ મામલે કોઈ જાણ કરી ન હતી. પરંતુ આજે સવારે મહિલા અંકલેશ્વર પોલીસ (Ankleswar Police) સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં મહિલાએ તેના પતિની તમામ કરતુતો પોલીસને જણાવી હતી. જે બાદ અકલેશ્વર પોલીસે નરાધમ પિતા વિરૂદ્ધ ફરિયાદ (Police Complaint) નોંધી અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More