Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના આ નરાધમ પિતાની કરતૂત જાણી તમારા રૂંવાડા ઊભા થઈ જશે

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાની જ સગી બે દિકરીઓને પોતાની હવસનો ભોગ બનાવી હતી, જાનથી મારી નાખવાની ધમકી આપી પિતા કરતો હતો દિકરીઓનું જાતિય શોષણ 

સુરતના આ નરાધમ પિતાની કરતૂત જાણી તમારા રૂંવાડા ઊભા થઈ જશે

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાના કરતૂતથી સમાજમાં તેના પ્રત્યે ધિક્કારની લાગણી વરસી રહી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા આ પિતાએ પોતાની જ સગી બે દિકરીઓને પોતાની હવસનો ભોગ બનાવી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને તે પોતાની દિકરીઓનું જાતિય શોષણ કરતો હતો. દિકરીઓ જ્યારે પિતાના કરતૂતોની જાણ માતાને કરી ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે માતાએ હિંમત કરીને નરાધમ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. 
 
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી આ બંને દિકરીઓઓ જ્યારે પિતાની હેવાનિયતથી કંટાળી ગઈ ત્યારે તેમણે તેમની માતાને આ અંગે જાણ કરી હતી. દિકરીઓએ માતાને જણાવ્યું કે, "તે જ્યારે બહાર ગઈ હોય ત્યારે તેમનો પિતા રૂમ બંધ કરીને તેમની પાસે ગંદી હરકતો કરાવતો હતો. જો તેઓ ના પાડે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. એક વખત દિકરીઓ સાથે ખરાબ કર્મ આચર્યા બાદ પિતાની હિંમત ખુલી ગઈ હતી અને તેણે દિકરીઓનું જાતિય શોષણ કરવાની શરૂઆત કરી હતી."

fallbacks

માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો પતિ તેની સગી દિકરીઓ પર જાતિય અત્યાચાર ગુજારતો હતો. બંને દિકરીઓ સાથે તેણે અવાર-નવાર દુષ્કર્મ કર્યું હતું અને તેમની પાસે ગંદી હરકતો પણ કરાવતો હતો. પિતાએ જ્યારે હેવાનિયતની હદ વટાવાની શરૂઆત કરી ત્યારે દિકરીઓએ સમગ્ર ઘટનાની તેને જાણ કરી હતી. 

પતિ જ્યારે જાણી ગયો કે દિકરીઓએ તેના કુકર્મની ફરિયાદ પત્નીને કરી દીધી છે ત્યારે તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. નરાધમ પિતાએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લજવ્યા છે. 

સુરતના એસીપી એફ.ડી.ફળદુએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, એક મહિલાએ બે બાળકીઓ સાથે અડપલાંની ફરિયાદ કરી હતી. જેમાં એક બાળકી સાથે પિતાએ ખરાબ કૃત્ય કર્યું હોવાનું માતાએ જણાવતા તેના આધારે અમે બંને બાળકીના નરાધમ પિતાની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ સાથે મળીને પોલીસ વધુ વિગતો મેળવી રહી છે. હાલ આરોપીની પુછપરછ ચાલુ છે, જેમાં વધુ વિગતો બહાર આવી શકે છે. 

fallbacks

પાંડેસરા પોલીસે માતાની ફરિયાદના આધારે બંને દિકરીઓને મેડિકલ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે બીજી તરફ તેના પિતાની શોધખોળ હાથ ધરી હતી. આખરે મોડી રાત્રે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More