ઉદય રંજન/અમદાવાદ: ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં બુરખામા રહેલા નરાધમ સાવકા પિતાએ તેની બે દિકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. 15 અને 14 વર્ષની બે સગીર દીકરીઓની એકલતાનો લાભ લઈ શારિરીક છેડછાડ કરી હતી. નોકરી માટે બહાર જતી માતાને દીકરીઓએ જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે પહેલા માતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામા નરાધમ પિતાની કરતૂત કેદ થઈ હતી. જેથી પોલીસે ગુનો નોંધી નરાધમ પિતા ની ધરપકડ કરી છે.
છેડતી અંગેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે ફરિયાદી મહિલાના વર્ષ 2005માં પહેલા લગ્ન થયા હતા. અને 2018માં છૂટાછેડા બીજા લગ્ન કર્યા હતા. જેમાં પહેલા લગ્નમાં સંતાનમાં બે દીકરી હતી. જે દીકરીઓ લઈને તે બીજા પતિ સાથે રહેવા આવી હતી.
ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશીની ખબર; ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
જોકે મે મહિનામાં 21 અને 29 તારીખે બંને દીકરીઓ સાથે પિતાએ છેડતી કરી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવતા 2 જૂને ફરી વખત નરાધમ સાવકા પિતાએ છેડતી કરી હતી. જે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે નરાધમ સાવકા પિતા વિરુધ્ધ.. પોકસો અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
15 ઓગસ્ટ પછી ફરી સક્રિય થશે ચોમાસું! આ જિલ્લાઓમાં છોતરા પાડશે વરસાદ! ભયાનક છે આગાહી
પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતાએ પોતાની બંને દીકરીઓના ઉજવળ ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજા પતિએ નોકરીએ જતી પત્નીની ગેરહાજરીમાં બંને બાળકીઓ સાથે છેડછાડ કરી હતી. જેથી માતા એ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત દિકરી ની છોડતી અને પોક્સો હેઠળ ગુનો નોધાવ્યો છે.. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; કેબિનેટ બેઠકમાં અપાઈ સૂચના
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે