પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણના સમીમાં પ્રેક્ટિસ કરતા તબીબ પિતા-પુત્રનો અશ્લીલ વીડિઓ વાઈરલ થયો છે. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા પિતા અને પુત્ર મહિલા દર્દી સાથે કામલીલા કરતાનો વીડિયો પાટણમાં વાયુવેગે ફેલાઈ ગયો હતો. જેના બાદ લોકોએ પિતા-પુત્રને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
પાટણના બજારોમાં રોષ ફાટી નીકળ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના સમી વિસ્તારમાં ડો. મહેન્દ્ર મોદી અને કિસાન મોદી નામના પિતા-પુત્ર છેલ્લાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ત્યારે બંને પિતા-પુત્રએ ક્લિનીકની અંદર જ મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી હતી. આ કામલીલાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. જેના બાદ પાટણવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયો વાઈરલ થવાની ઘટનાને પગલે સમીના બજારોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો હતો, તેમજ સમી પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ બંને ડોક્ટરોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ડોક્ટર મહેન્દ્ર મોદી અને કિસાન મોદીની અટકાયત કરી છે.
Photos : ગુજરાતની આ 3 દીકરીઓને સાપ પકડતી જોઈને લોકો હક્કાબક્કા રહી જાય છે
મહિલા આયોગે ઘટનાની નોંધી લીધી
બીજી તરફ, પાટણમાં ડોક્ટરની કામલીલાની નોંધ રાજ્યના મહિલા આયોગે પણ લીધા હતા. રાજ્ય મહિલા આયોગે ઘટનાની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા પોલીસ વડા પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ, સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે