Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં મહિલા કોન્સ્ટેબલનું તિથલ દરિયામાં ડૂબી જતા મોત, આત્મહત્યાનું કારણ અકબંધ

વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સીટી પોલીસ મથકે પૂજા નામની મહિલા કોન્સ્ટેબલ તરીકે થોડા સમય પહેલા જોડાઈ હતી

વલસાડમાં મહિલા કોન્સ્ટેબલનું તિથલ દરિયામાં ડૂબી જતા મોત, આત્મહત્યાનું કારણ અકબંધ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ શહેરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કયા કારણોસર મહિલા કોન્સેટબલે આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.

fallbacks

મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સીટી પોલીસ મથકે પૂજા નામની મહિલા કોન્સ્ટેબલ તરીકે થોડા સમય પહેલા જોડાઈ હતી. ત્યારે મહિલા કોન્સ્ટેબલે ગત રાત્રે તિથલ દરિયે જઈ આત્મહત્યા કરી હતી. ત્યારે મહિલા કોન્સ્ટેબલનું આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.

આ પણ વાંચો:- IELTS બોગસ બેન્ડ સર્ટિફિકેટ કેસના તાર અમદાવાદ સુધી, 45 લોકો સામે ફરિયાદ દાખલ

જોકે, ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે મોકલી વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More