Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: હનીટ્રેપ ગેગમાં સામેલ વધુ એક મહિલા પોલીસકર્મીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે.

Ahmedabad: હનીટ્રેપ ગેગમાં સામેલ વધુ એક મહિલા પોલીસકર્મીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે. નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.

fallbacks

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં રહેલા આ મહિલા પોલીસકર્મી છે. જે મહિલા પણ હની ટ્રેપ ગેંગમાં સામેલ હતી. આરોપીઓ અનેક વેપારીઓ ને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓને ટાર્ગેટ બનાવતા હતા.

આ પણ વાંચો:- વિદેશી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ગુજરાત મુખ્ય, કોરોના મહામારી વચ્ચે પણ સંખ્યામાં વધારો

સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ હનીટ્રેપ ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો. અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યારબાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો.

આ પણ વાંચો:- અમદાવાદના ગોધાવી પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે

જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યારબાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા.

આ પણ વાંચો:- મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મુદ્દે મોટી જાહેરાત, હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ મળશે

બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે. જેથી સમાઘાનનાં નામે  રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહત્વનું છે કે મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટ પણ આ ગેંગમાં સામેલ હતા અને ખોટી અરજી દાખલ કરાવી સામેવાળાને સમાધાન માટે બોલાવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More