Home> Gujarat
Advertisement
Prev
Next

ટોઇંગનો દંડ ભરવા મુદ્દે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, આરોપીએ કહ્યું મારી લાશ પરથી પસાર થવું પડશે

કોરોનાની પરિસ્થિતિ બાદ જનજીવન સામાન્ય થતાં જ લોકોએ વાહન આડેધડ પાર્કિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં જોવા મળ્યું. બપોરના સમયે પ્રહલાદ નગર વિસ્તારમાં ટુ વ્હીલર પાર્ક કરી એક વ્યક્તિ નીકળી જતા ટ્રાફિક પોલીસે વાહન નહીં કરવાની ફરજ પડી હતી. જોકે આ વાતની જાણ ટુ વ્હીલર પાર્કિંગ કરનાર વ્યક્તિને થતાં જ ટ્રાફિક પોલીસ પર હુમલો બોલાવી ચૂક્યો હતો. ન બોલવાનું બોલી હોબાળો મચાવ્યો હતો. 

ટોઇંગનો દંડ ભરવા મુદ્દે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, આરોપીએ કહ્યું મારી લાશ પરથી પસાર થવું પડશે

મૌલિક ધામેચા / અમદાવાદ : કોરોનાની પરિસ્થિતિ બાદ જનજીવન સામાન્ય થતાં જ લોકોએ વાહન આડેધડ પાર્કિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં જોવા મળ્યું. બપોરના સમયે પ્રહલાદ નગર વિસ્તારમાં ટુ વ્હીલર પાર્ક કરી એક વ્યક્તિ નીકળી જતા ટ્રાફિક પોલીસે વાહન નહીં કરવાની ફરજ પડી હતી. જોકે આ વાતની જાણ ટુ વ્હીલર પાર્કિંગ કરનાર વ્યક્તિને થતાં જ ટ્રાફિક પોલીસ પર હુમલો બોલાવી ચૂક્યો હતો. ન બોલવાનું બોલી હોબાળો મચાવ્યો હતો. 

fallbacks

હડપ્પા સંસ્કૃતિનો ખજાનો પાટણમાં! ઠાકોર પરિવારે પોતાની પાસે ચાવી હોવાનો દાવો કર્યો

જોકે કોરોનાની પરિસ્થિતિમાં પણ ટ્રાફિક પોલીસે સંયમ જાળવી વાહન પાર્ક કરનાર વ્યક્તિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે ઉશ્કેરાયેલા વ્યક્તિએ ટોઇંગ વાહન પર ચડી જઈને પોલીસને ગાળો ભાંડવાનું શરૂ કરી નાખ્યું હતું. માંડવાળની રકમ નહીં ભરવા દસેક મિનિટ હોબાળો મચાવ્યો હતો. પોલીસે કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા બદલ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા પોલીસે રાજકોટમાંથી ઝડપી લીધું નકલી નોટોનું કૌભાંડ, આ રીતે આચરતા કૌભાંડ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં સામાન્ય વ્યક્તિની સ્થિતી કફોડી થઇ છે. આર્થિક તંગીનો સામનો મોટી મોટી કંપનીઓ કરી રહી છે ત્યારે સામાન્ય વ્યક્તિની તો વાત જ શી કરવી. તેવામાં પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવતા સામાન્ય માણસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. નાટક શરૂ કરતા જ રસ્તા પર લોકોની ભારે ભીડ જામી હતી. જો કે આખરે પોલીસે પોતાનો સંયમ ગુમાવ્યો હતો અને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફરજમાં રૂકાવટ સહિતનાં ગુના દાખલ કરીને વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More