Home> Gujarat
Advertisement
Prev
Next

પૈસા માટે ફિલ્મી સ્ટાઇલે અપહરણ, એલસીબીએ 6 આરોપીઓને ઝડપી લીધા

વાસણ ગામથી 2 લોકોનું અપહરણ કરી લૂંટ ચલાવી તેમની પાસે 15 લાખની ખંડણી માંગનારા અપહરણકર્તાઓને પાલનપુર એલસીબી તેમજ ધાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન ધરી ઝડપી પાડી બે પીડિત લોકો છોડાવી 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાસણ ગામના બે લોકોનું અપહરણ થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના વાસણ ગામના વતની દિનકર મકવાણા તેમજ વિજય ઉદેલ એન્ટીક વસ્તુઓની ખરીદી માટે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા હતા.

પૈસા માટે ફિલ્મી સ્ટાઇલે અપહરણ, એલસીબીએ 6 આરોપીઓને ઝડપી લીધા

અલ્કેશ રાવ/બનાસકાંઠા : વાસણ ગામથી 2 લોકોનું અપહરણ કરી લૂંટ ચલાવી તેમની પાસે 15 લાખની ખંડણી માંગનારા અપહરણકર્તાઓને પાલનપુર એલસીબી તેમજ ધાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન ધરી ઝડપી પાડી બે પીડિત લોકો છોડાવી 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાસણ ગામના બે લોકોનું અપહરણ થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના વાસણ ગામના વતની દિનકર મકવાણા તેમજ વિજય ઉદેલ એન્ટીક વસ્તુઓની ખરીદી માટે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા હતા.

fallbacks

GUJARAT ના સાંસદે અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું કામ કરો કોરોનાને નામે લાલીયાવાડી નહી ચાલે

જે સંપર્ક દરમિયાન પાંચ દિવસ આ બંને વ્યક્તિઓ તેમની સાથે રહ્યા હતા. એન્ટિક વસ્તુ ખરીદી માટે આવેલા લોકો તેમને છેતરપિંડી કરતા હોવાનું માલુમ પડતાં એન્ટિક વસ્તુ ખરીદવા ગયેલા બંને લોકો ત્યાંથી નીકળી ગયા હતા. જેની જાણ એન્ટિક વસ્તુ આપવાના બહાને ઠગાઈ આચરનારા લોકો થતાં આ બંને વ્યક્તિઓનું ધાનેરાના વાસણ ગામેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. આ બંને વ્યક્તિઓ પાસે રહેલા સોનાના દાગીના તેમજ ઓનલાઇન એક લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી અપહરણકારોએ લઈ લીધા હતા. જે બાદ અપહરણકારોએ બંને વ્યક્તિઓ પાસે 15 લાખની ખંડણી માંગી હતી. અપહરણકારોએ બંનેના મિત્રો તેમજ સ્વજનોને ફોન કરાવી 15 લાખની ખંડણી તેમને છોડવા માટે માંગી હતી. જે મામલે તેમના સ્વજનો દ્વારા પાલનપુર પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કરી તેમના સ્વજનોનું અપહરણ થયું છે અને 15 લાખની ખંડણી માંગવામાં આવી રહી છે તેવી જાણ કરવામાં આવતા તાત્કાલિક બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સેલના આધારે તપાસ હાથધરી હતી.

GUJARAT નું ઐતિહાસિક રસીકરણ: નવા 27 કેસ, 35 સાજા થયા, એક પણ મોત નહી

અપહરણકારોએ જે સ્વજન પર ફોન કરી 15 લાખની માંગણી કરાવી હતી તેના ફોનના આધારે લોકેશન ટ્રેસ કર્યું હતું જે લોકેશન રાજસ્થાન રાણીવાડા પાસેના મૈત્રીવાળાની ગુરૂકૃપા હોટલ આવ્યું હતું. જે હોટેલ પર એલસીબી તેમજ ધાનેરા પોલીસે જે લોકોનું અપહરણ થયું છે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે પ્રકારે દિલધડક ઓપરેશન કરી અપહરણકારોને ઝડપી પાડયા હતા. જ્યારે જે લોકોનું અપહરણ થયું છે તેને સહી-સલામત છોડાવ્યા હતા. પોલીસે અપહરણ કરતા 6 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ

બનાસકાંઠા જિલ્લામાં એન્ટીક વસ્તુઓ બતાવી લોકો સાથે છેતરપિંડીની ઘટના નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ પણ ધાનેરામાં એન્ટિક ખુરશીના નામે ધાનેરા વિસ્તારમાંથી જ લાખોની છેતરપિંડી આચરાઈછે. ત્યારે વધુ એક ઠગાઈ અને અપહરણ એન્ટીક વસ્તુઓના નામે થતા પોલીસે આરોપીઓ પાસે કડક પૂછપરછ હાથધરી વધુ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More