Home> Gujarat
Advertisement
Prev
Next

હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ

Junior Clerk Exam : લાખો ઉમેદવાર અને તંત્રએ આખરે લીધો રાહતનો શ્વાસ... જુનિયર ક્લાર્કની પરીક્ષા આખરે પૂર્ણ થઈ... હવે નથી રહ્યો પેપર ફૂટવાનો ડર

હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ

Junior Clerk Exam : રાજ્યભરના 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનતની કસોટી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી રહ્યાં છે. બપોરે દોઢ વાગ્યા સુધી પેપર ચાલશે. ત્યારે અત્યાર સુધી આ પરીક્ષાામાં કોઈ વિધ્ન આવ્યું નથી. ત્યારે લાખો ઉમેદવાર અને તંત્રએ આખરે રાહતનો શ્વાસ લીધો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. થોડીવારમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થશે. ગુજરાત સરકારે સફળતાથી મોટું અભિયાન પાર પાડ્યું છે. સરકાર પર પેપરલીકનો જે દાગ અગાઉની પરીક્ષા પર લાગ્યો હતો, તે આ પરીક્ષામાં લાગવા ન દીધો. 

fallbacks

પેપર પૂરુ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા ચહેરે પરીક્ષા સેન્ટરથી બહાર નીકળ્યા હતા. તેમના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો હતો. તો બીજી તરફ, તંત્રએ પણ વિધ્ન વગર પરીક્ષા પૂરી થતા તેમની મહેનત ફળી તેવુ જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓએ બહાર આવ્યા બાદ જણાવ્યુ હતું કે, પેપર થોડું લાંબુ હતું, પણ સારુ રહ્યું. આમ, પેપર આપ્યાનો હાશકારો તેમના ચહેરા પર હતો. કારણ કે, અગાઉ અનેકવાર આ પરીક્ષા તેઓ આપી શક્યા ન હતા. ત્યારે તેમની મહેનત ફળી છે. 

સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન

રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પરીક્ષા ખંડથી બહાર આવીને ઉમેદવારોએ કહ્યું, પેપર લેંધી રહ્યું, E વિભાગમાં મોટાભાગના ઉમેદવારોને સમય ઘટ્યો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો. મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. તો 85 થી 95 માર્કે મેરીટ રહે તેવી શકયતા દર્શાવી છે.

ભાવનગરમાં 5ની અટકાયત
ત્યારે થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારી નોકરીની ભરતીમાં ડમી ઉમેદવારોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે ભાવનગરના તળાજામાં પોલીસ દ્વારા પાંચ લોકોની અટકાયત કરાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર પોલીસ દ્વારા પાંચ લોકોની તળાજા પોલીસમાં અટકાયત થઈ છે. અગાઉ ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહે અમુક લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી આજે પરીક્ષા હોય સાવચેતીના ભાગરૂપે તેમની અટકાયત કરાઈ છે. 

દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ

ખેતીની દુનિયામાં ક્રાંતિ લાવનાર ગુજરાતી ખેડૂત, એવી ખેતી કરી જેની ચારેતરફ છે ડિમાન્ડ

જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ મુદ્દે પોલીસની સરાહનીય કામગીરી 
આજે મહામહેનત જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોને કોઈ અડચણ ન આવે તે માટે બધાએ મદદનો હાથ લંબાવ્યો છે. આવામાં અમરેલીના ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે 11 પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા. એસટી. બસમાં આવતા પરીક્ષાર્થીઓ બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થયો હતો. પરંતુ આવામાં અમરેલી પોલીસ દેવદૂત બની હતી. કોડીનાર કૃષ્ણનગર એસટી બસના પરીક્ષાર્થીઓને પોલીસે ગાડીમાં પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના 11 પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત સાબિત થઈ. ખાંભાથી અમરેલી સુધી પરીક્ષાર્થીઓને ખાંભા પોલીસ મૂકવા પહોચી હતી. 11 વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા વિદ્યાર્થીઓ ગળગળા થયા હતા અને પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો. 

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

આ પરીક્ષામાં ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે ST નિગમે પણ વધારાની બસોની ફાળવણી કરી હતી. આમ છતાં રાજકોટ, અમરેલી અને સાણંદમાં અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આવા પરીક્ષાર્થીઓને પોલીસ કર્મચારીએ મદદ કરી છે. તો આ પરીક્ષામાં અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. 

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, પણ આ બાબતમાં અટવાયું પંચાયત સેવા પસંદગી મંડળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More