Home> Gujarat
Advertisement
Prev
Next

'મુખ્યમંત્રી બાલ સેવા યોજના': કોરોનામાં નિરાધાર થયેલા બાળકોને અપાઈ નાણાકીય સહાય

'મુખ્યમંત્રી બાલ સેવા યોજના' અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો

'મુખ્યમંત્રી બાલ સેવા યોજના': કોરોનામાં નિરાધાર થયેલા બાળકોને અપાઈ નાણાકીય સહાય

ગૌરવ પટેલ/ અમદાવાદ: 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના' અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લામાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલ બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને રૂપિયા 4 હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી.

fallbacks

અમદાવાદ જિલ્લામાંથી આવા 42 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પ્રત્યેક બાળકને માસિક રૂપિયા 4000 ની સહાય કરવામાં આવે છે. આ તમામ બાળકોના બેંક એકાઉન્ટમાંથી DBT(Direcect Benefit Transfer) નાણાકીય સહાય જમા થશે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રતિકાત્મકરૂપે 12 અનાથ અને નિરાધાર બનેલાં બાળકોને સહાય હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:- Mucormycosis સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 'ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી અનાથ-નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજના હેઠળ નાણાકીય સહાય ચૂકવી છે, જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે.' જિલ્લા કલેકટરએ કોરોનાકાળમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકોને હરહંમેશ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More