Home> Gujarat
Advertisement
Prev
Next

IAS પર આરોપ લગાવનારી મહિલાએ ઝી 24 કલાક પર કર્યો વિશેષ ખુલાસો

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની મહિલાએ છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ કરી છે. મહિલા દ્વારા ખુલાશો કરવામાં આવ્યો કે, ગૌરવ દહિયા સાથે મારે સોશિયલ મીડિયામાં મુલાકાત થઇ હતી. ત્યાર બાદ થોડા સમય બાદ અમે વોટ્સએપ પર વાતો કરવાની શરૂ કરી હતી. થોડા દિવસ બાદ 2018માં દિલ્હીમાં અમે પહેલીવાર મળ્યા હતા. 

IAS પર આરોપ લગાવનારી મહિલાએ ઝી 24 કલાક પર કર્યો વિશેષ ખુલાસો

અમદાવાદ: ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની મહિલાએ છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ કરી છે. મહિલા દ્વારા ખુલાશો કરવામાં આવ્યો કે, ગૌરવ દહિયા સાથે મારે સોશિયલ મીડિયામાં મુલાકાત થઇ હતી. ત્યાર બાદ થોડા સમય બાદ અમે વોટ્સએપ પર વાતો કરવાની શરૂ કરી હતી. થોડા દિવસ બાદ 2018માં દિલ્હીમાં અમે પહેલીવાર મળ્યા હતા. 

fallbacks

મહત્વનું છે, થોડો સમય મળ્યા પછી આ મહિલાએ જણાવ્યું કે, ગૌરવે મારા સાથે તિરુપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા. અને લગ્ન કર્યા તે પહેલા ગૌરવે મને ગર્ભવતી બનાવી હતી. તેણે મને મંગળસૂત્ર અને રીંગ લઇ આપી હતી. તેણે કહ્યું હતું કે, બાળક થઇ જશે તો મારા માતા-પિતા તને સ્વિકારી લેશે. સમય જતા ગૌરવનું વર્તન બદલાઇ ગયું હતું.

નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ

થોડો સમય જતા તેણે જણાવ્યું કે, તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વિના જ મારી સાથે લગ્ન કર્યા હતા. થોડો સમય જતા ગૌરવની મારી સાથેની વર્તન બદલાઇ ગયું હતું. અને થોડો સમય બાદ તેણે તેની પહેલી પત્નીને છૂટાછેટા આપ્યા હતા. દિલ્હીની આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ગૌરવે ત્રીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે.

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા વિરૂદ્ધ દિલ્હીની મહિલાએ કરી ફરિયાદ

ગૌરવ દહિયાએ કહ્યું મહિલા મને બદનામ કરે છે 
આ અંગે ઝી 24 કલાકની ટીમ દ્વારા ગૌરવ દહિયા સાથે વાત કરવામાં આવી ત્યારે ગૌરવે કહ્યું કે મે બીજા લગ્ન કર્યા જ નથી. આ મહિલા વિરુદ્ધમાં અરજી કરી છે અને અરજી સાથે મે તમામ બીડાણો પણ કર્યા છે. આ મહિલા મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ગૌરવ દહિયાએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે, કે આ મહિલા સાથે મે તેની મરજીથી સબંધ બાધ્યા હતા. અરજીમાં ઉલ્લેખ કર્યો છે, કે આ મહિલા વારંવાર પૈસાની માગણી કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીટકોઈન કૌભાંડની તપાસ માટે અમેરિકાની FBIના બે અધિકારી આવ્યા સુરત

મહિલાએ વધુમાં જણાવ્યું કે, ગૌરવના પિતા મને મળવા આવ્યા હતા ત્યારે તેમને મને કહ્યું હતું કે, ગૌરવ દ્વારા રહેલા બાળકનો ગર્ભપાત કરવી દે, મહિલાએ કહ્યું કે, ગૌરવે તેને દિલ્હીમાં એક મકાન લઇ આપ્યું છે અને તેના અને તેની દિકરીના ખર્ચ માટે દર મહિને રૂપિયા પણ મોકલતો હતો. ગૌરવે મારી સાથે બહુ ખોટું કર્યું છે. મારી પાસે બઘા સબુત છે હું દુનિયાની સામે તેને લાવીને જ જંપીશ. પ્રધાનમંત્રી કાર્યાલય સુધી જઇશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More