Home> Gujarat
Advertisement
Prev
Next

પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગમાં મોટો ખુલાસો

Ahmedabad Fire : ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ લાગી:પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ, આખું બળીને ખાખ થઈ ગયું

પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગમાં મોટો ખુલાસો

Ahmedabad Fire અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં સૌથી પ્રખ્યાત એવા ગોદરેજ ગાર્ડન સિટીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગમાં એક મહિલાનુ મોત નિપજ્યું છે. તેમજ પુરુષની હાલત ગંભીર છે.જોકે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પુરવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવ્યાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ઇડન 5 ફ્લેટના મકાન નંબર V 405 માં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી. આ આગમાં પરિવારની મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બે બાળકો સ્કૂલમાં ગયા હતા ત્યારે મકાનમાં આગ લાગી હતી. ત્યારે આ આગમાં પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

fallbacks

પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થયો કે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી. હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન હતા. 

તપાસમાં ખૂલ્યું કે, મૃતકનું નામ અનિતા બઘેલ છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતીને બે સંતાન છે, જેમાં પુત્ર ધોરણ 8 અને પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પાડોશીઓએ ઘરમાથી ધુમાડો નીકળતો જોયો હતો, જેના બાદ તેઓએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. તો કેટલાક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More