Home> Gujarat
Advertisement
Prev
Next

છાપી હાઇવે પર એસટી બસ આગમાં સળગી, ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 મુસાફરોનો જીવ બચ્યો

છાપી હાઇવે પર એસટી બસ આગમાં સળગી, ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 મુસાફરોનો જીવ બચ્યો
  • બસ ચાલકની સમયસૂચકતાથી 10 મુસાફરોને ઉતારી દેવાતા તેમનો આબાદ બચાવ થયો
  • ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યા સુધી આગથી બસ બળીને ખાખ થઈ ચૂકી હતી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ હતી.

fallbacks

આજે સવારે પાલનપુરથી મહેસાણા તરફ એસટી બસ જઈ રહી હતી. આ બસમાં 10 મુસાફરો સવાર હતા. રસ્તામાં એસ.ટી વિભાગની મિની બસમા અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી. બસમાં અચાનક આગ લાગતા 10 જેટલા પેસેન્જરો ગભરાઈ ગયા હતા. પરંતુ ડ્રાઈવરે તેમને સલામતીથી બસમાંથી નીચે ઉતારી દીધા હતા. બાદમાં ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યા સુધી આગથી બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. 

જોકે, આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More