મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળે આગના ઓપરેશન થિયેટરમાં આગનો બનાવ બન્યો હતો. ઓપરેશન થિયેટરમાં મૂકાયેલ ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જોકે, બાદમાં આગને કાબૂમાં લેવાઈ હતી.
બજેટ પહેલા સરકારની ખેડૂતોને મોટી ભેટ : રથયાત્રાના દિવસે ખેતી માટે નર્મદા ડેમનું પાણી છોડાશે
પ્રાપ્ત માહિતી અનુસાર, વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળે ઓપરેશન થિયેટરમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું. ફાયરની એમ્બ્યુલન્સ સાથે 3 ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી, અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે થોડી નાસભાગ મચી હતી. ત્યાં હાજર અનેક લોકો ડરી ગયા હતા. જોકે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે