સુરત : વેસુના વીઆઇપી રોડ ખાતે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફાયર ઓફીસરનાં પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક રોડ વચ્ચે રહેલા થાંભલા સાથે અથડાયો હતો. જેમાં બાઇકનો ડુચો વળી ગયો હતો. ફાયર ઓફીસરનાં એકના એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર ઓફીસરનાં પરિવારમાં ત્રણ બહેનોનો એક માત્ર ભાઇ સંતોષ ચાંદલેકર (ઉ.વ 27)ના મોતથી સમગ્ર પરિવાર શોકસંતપ્ત થયો છે.
રક્તરંજીત રાજકોટ: રેડીયમ લગાવવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે RTO કચેરીમાં હત્યા
અમદાવાદ: હોર્ડિંગનાં કારણે એક વ્યક્તિનું મોત, બેશરમ તંત્રએ ચલકચલાણુ ચાલુ કર્યું
મૃતકના પિતા કાશીરામ ચાંદલેકર સુરત ફાયર વિભાગમાં જમાદાર છે. તેઓ મુળ મહારાષ્ટ્રનાં વતની છે. કાશીરામ ચાંદલેકર પોતાના પરિવારસાથે સુમણધારા આવાસ મગદલ્લા ખાતે રહે છે. દુર્ઘટના બન્યા બાદ સંતોષને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જો કે ફરજ પર હાજર ડોક્ટર્સની ટીમે તેને મૃત જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સંતોષના બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ તો સમગ્ર પરિવાર શોકાતુર બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે