Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: વલભીપુરમાં વરઘોડા દરમિયાન થયું ફાયરિંગ અને પછી...

ભાવનગર: વલભીપુરમાં વરઘોડા દરમિયાન થયું ફાયરિંગ અને પછી...

* લગ્ન પ્રસંગે દાંડીયારાસનું કર્યું હતું આયોજન.
* મહેમાન બની આવેલા વિશ્વરાજસિંહે કર્યું ફાયરીંગ
* પ્રીયરાજસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન મોત

fallbacks

નવનીત દલવાડી/ભાવનગર: જીલ્લાના વલ્લભીપુરના પચ્છેગામ ખાતે ક્ષત્રીય સમાજના એક લગ્નપ્રસંગે યોજાયેલા દાંડીયારાસમાં એક મહેમાને પોતાની પાસે રહેલી ગનમાંથી હવામાં ફાયરીંગ કરતા અકસ્માતે ગોળી બે યુવાનોને વાગી હતી. જે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજતા આનંદનો પ્રસંગ શોકમાં પરિણમ્યો હતો. પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજની દીકરીઓ સાથે થઈ ગયો શરમજનક કાંડ ત્યારે સીએમ રૂપાણીએ મોટું નિવેદન આપીને કહ્યું કે...

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે રહેતા રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધર્મેન્દ્રસિંહ ગોહિલના લગ્ન પ્રસંગે ગત રાત્રીના સમયે દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો રાસગરબાની મોજ માણી રહ્યા હોય, ત્યારે ત્યાં ઉપસ્થિત મહેમાનો પૈકી વિશ્વરાજ ગોહિલ નામના વ્યક્તિએ પોતાની પાસે રહેલી ગન બહાર કાઢી હવામાં ફાયરીંગ કરતા સમયે મીસફાયરીંગ થતા ગનની ગોળી ત્યાં સાથે રહેલા પ્રીયરાજ સિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાને વાગી હતી. આ આકસ્મિક બનાવમાં પ્રીયરાજસિંહને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જયારે શક્તિસિંહ જાડેજાને કાન નજીકથી ગોળી માથાને સ્પર્શ કરી નીકળી જતા તેને પણ સામાન્ય હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે આનંદનો પ્રસંગ શોકમાં પરિણમ્યો હતો.

અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની મુળ ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ
લગ્ન પ્રસંગો દરમ્યાન આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. જેમાં ફાયરીંગ દરમ્યાન અનેકના મોત તથા ઘાયલ થયા છે. તંત્ર પણ આવી ઘટનામાં ભારે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરતુ હોય છે. ત્યારે પચ્છેગામ માં બનેલી ઘટનામાં પણ જે વ્યક્તિની ગનમાંથી ફાયરીંગ થયું છે, તે ગન પરવાના વાળી છે કે પરવાના વગર ની તે અંગે તેમજ આગળની વધુ તપાસ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More