રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના ગાંધીધામમાં રોફ જમાવવા હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઈદના મેળામાં ચાદર ચઢાવતી વખતે ફાયરિંગનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરનારા આરોપીને ગાંધીધામ પોલીસે પકડી લીધો છે. પોતાનો રોફ જમાવવા માટે આ પ્રકારે જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો મળી રહી છે.
વડોદરા : ઈટોલા ગામે મોડી રાત્રે નીકળેલા મહાકાય મગરે રેસ્ક્યૂ ટીમ પર હુમલો કર્યો
ગાંધીધામમાં છાકો પાડવા હવામાં ફાયરીંગ કર્યાનો બીજો વીડિયો વાયરલ થયો છે. ઈદ તહેવાર નિમિત્તે કચ્છના ખારીરોહર ગામે આવેલી દરગાહે ત્રિદિવસીય ધાર્મિક મેળો અને કાર્યક્રમ યોજાયો હતો. બકરી ઈદના પર્વ નિમિત્તે ગાંધીધામના ખારીરોહર ગામે ઈદના પ્રસંગે યોજાયેલા ધાર્મિક મેળામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગાંધીધામમાં ટ્રકો-ટ્રેલરના પાર્કિંગનું કામકાજ કરતી સમા પાર્કિંગ પેઢીના સભ્યો દ્વારા દરગાહમાં ચાદર ચઢાવતી વખતે ફાયરિંગ કર્યું હતું.
ડી.જે.ના સંગીતના તાલ અને લોકોના ટોળાને જોઈને ‘તાન’માં આવી જઈ ‘છાકો’ પાડવાના ઈરાદે બંદુક-રિવોલ્વરથી આ સભ્યોએ સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. તાનમાં આવી જઈને બાર બોરની ડબલ બેરલ બંદુકથી એક શખ્સે 4 જેટલાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ વીડિયો જોતજોતામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. ફાયરિંગ કરનારાં 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. તેમજ પોલીસે આરોપીઓના હથિયાર લાઈસન્સ રદ્દ કરાવવા પણ તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે