Home> Gujarat
Advertisement
Prev
Next

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ

બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ

મુસ્તાક દલ/જામનગર :બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

fallbacks

Video : CM વિજય રૂપાણીના કાર્યક્રમ માટે માસુમ બાળકોનો જીવ જોખમમાં મૂક્યો

ગુજરાતભરમાં બહુચર્ચિત રહેલા બીટકોઈન મામલા બાદ ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયા દ્વારા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ પોલીસને કરેલી અરજીમાં કરવામાં  આવી છે. આ ચોંકાવનારા ખુલાસાને લઈને ગુજરાતની નામી અનામી હસ્તીઓનો પણ ઉલ્લેખ કરાયો છે. બિટકોઇન મામલામાં જયેશ પટેલ દ્વારા નિશા ગોંડલીયાને ફસાવવામાં આવતા હોવાનો નિશા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નિશા ગોંડલિયા પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. 

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી

નિશા ગોંડલિયાએ બીટકોઈન મામલે પણ ભુમાફિયા જયેશ પટેલના ઘણા ખુલાસાઓ કર્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં વરૂણ પટેલ અને રેશમા પટેલ પણ જયેશ પટેલનો ભોગ બન્યા હોવાનું તેણે કહ્યું છે. તેમજ અમદાવાદના વેપારીઓને પણ જયેશ પટેલ દ્વારા બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિશા ગોંડલીયાએ વરૂણ પટેલ અને રેશમા પટેલના નામો પણ અરજીમાં ઉલ્લેખ કરતા ચર્ચા જાગી છે.

દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી 

નિશાએ અરજીમાં કહ્યું કે, બીજી તરફ જામનગર સહિત રાજ્યભરના ઘણા બિલ્ડરોને ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા પોતાના સાગરીતો હસ્તે ધમકીઓ આપી કરોડોની ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે. જ્યારે ઘણી યુવતીઓને પણ વિદેશ મોકલવા તેમજ ગુજરાતમાં જુદી જુદી લાલચો આપી તેને ફસાવી બ્લેકમેલ કરી રાજકારણીઓ અને બિલ્ડરો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં ગુજરાતભરની નામી અનામી હસ્તીઓના પાસે જયેશ પટેલ ખંડણી ઉઘરાવી રહ્યો છે, તેમ છતાં કેમ કોઈ સામે આવતા નથી કે પોલીસમાં તેની ફરિયાદ કરતા નથી તે પણ એક મહત્ત્વનો સવાલ છે.

નિશા ગોંડલીયાએ આક્ષેપ કર્યો છે કે, ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરોડોની સંપત્તિ પોતાની સાળીના નામે કરાવી તેમજ ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલ બિટકોઇન મામલે શૈલેશ ભટ્ટને પણ મદદ કરી દુબઈ લઈ જવાયો છે. જ્યારે જયેશ પટેલને રાજકારણીઓ પણ મદદ કરી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા છે. આ ઉપરાંતના ઘણાં એવા અન્ય ચોંકાવનારા ખુલાસાઓ નિશા ગોંડલીયા દ્વારા કરાયા છે.

વડોદરામાં નિર્ભયાકાંડ : મિત્ર સાથે બેસેલી સગીરાને આ નરાધમો રાતના અંધારામાં ખેંચીને લઈ ગયા 

જ્યારે નિશા ગોંડલીયા દ્વારા ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જયેશ પટેલના પરિવારની પૂછપરછ કરવામાં આવે અને પોલીસને જરૂર પડે તો પોતે સાક્ષી બનવા પણ તૈયાર છે. હાલ જયેશ પટેલ અને અરજીમાં કરવામાં આવેલા તમામ ખુલાસાઓ પોતાની પાસે રહેલ પુરાવો સાથે કરવામાં આવી રહ્યા હોવાનો દાવો પણ કર્યો છે. માટે ડીજીપી તેમજ જિલ્લા પોલીસવડા અને કલેક્ટર સહિતના અધિકારીઓને કરેલી અરજી બાદ ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવે અને પોતાને ન્યાય મળે તેવી પણ માંગ નિશા ગોંડલિયાએ કરી છે. જ્યારે હાલ નિશા ગોંડલિયાને પોતાની જાનનો ખતરો છે અને તેને કંઇ પણ થશે તો તેના જવાબદાર ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો હશે તેવું પણ અરજીમાં જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More