Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પોલીસના ઈતિહાસનું પહેલું મેગા ડિપોર્ટ ઓપરેશન, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

Bangladeshi Mega Deportation : ગુજરાતમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી પકડાયા બાદ હવે તેમને બાંગ્લાદેશ મોકલી દેવાયા છે... ગુજરાત પોલીસ ગુપ્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું 

ગુજરાત પોલીસના ઈતિહાસનું પહેલું મેગા ડિપોર્ટ ઓપરેશન, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

Gujarat Police Bangladeshi Action: ગુજરાત પોલીસના ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન...300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા. ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું.

fallbacks

ગુજરાત પોલીસે અમેરિકા જેવુ કર્યું 
પહેલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને મોટી સંખ્યામાં ઝડપી પાડ્યા હતા. ત્યારે આ બાદ ગુજરાત પોલીસે બીજું પગલું ભર્યું છે. ગુજરાત પોલીસના ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. 

300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું છે. ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું છે. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા છે. 

હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ બુલેટીન, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પહેલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને તેમના દેશમાં રવાના કર્યાં છે. 

ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું છે. જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.

ચંડોળા તળાવ બાંગ્લાદેશથી મુક્ત કર્યું 
ચંડોળા તળાવના બીજા ફેઝની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રથમ ફ્રેઝમા બાંગ્લાદેશના નાગરિકોના ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યા છે. જેમાં દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો કે હજુ પાંચ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની બાકી છે. પ્રથમ ફેઝમા ખાલી કરવામાં આવી જમીન પર પુનઃ દબાણ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 

કલરકામ કરનારા પિતાનો દીકરો બોર્ડમાં બાજી મારી, ધોરણ 10 માં મેળવ્યા 99.99 પર્સન્ટાઈલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More