Home> Gujarat
Advertisement
Prev
Next

મોટેરા સ્ટેડિયમને લઈને આવ્યાં સૌથી મોટા સમાચાર, ખેલપ્રેમીઓ થશે ખુશખુશાલ

જે સ્ટેડિયમનું ઉદ્ધાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે તે મોટેરા સ્ટેડિયમ અંગે મોટા સમાચાર આવ્યાં છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અને ચાહકોને હવે આ સ્ટેડિયમમાં મેચ જોવાની આતુરતા પણ ઘણી હશે.

મોટેરા સ્ટેડિયમને લઈને આવ્યાં સૌથી મોટા સમાચાર, ખેલપ્રેમીઓ થશે ખુશખુશાલ

અતુલ તિવારી, અમદાવાદ: જે સ્ટેડિયમનું ઉદ્ધાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે તે મોટેરા સ્ટેડિયમ અંગે મોટા સમાચાર આવ્યાં છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અને ચાહકોને હવે આ સ્ટેડિયમમાં મેચ જોવાની આતુરતા પણ ઘણી હશે. તો તમારી આતુરતાનો જલદી અંત આવવાનો છે. આ મેદાનમાં પ્રથમ મેચ એપ્રિલ મહિનામાં યોજાય તેવી શક્યતા છે. મોટેરામાં 'રણજી ટ્રોફી ચેમ્પિયન' અને 'રેસ્ટ ઓફ ઇન્ડિયા' વચ્ચે ઈરાની કપની રમાઈ શકે છે. 15 એપ્રિલની આસપાસ મોટેરા મેદાનમાં ઈરાની કપની આ મેચ રમાઈ શકે છે. 

fallbacks

ઈરાની કપના જંગને 'ધ બેસ્ટ vs બેસ્ટ ઓફ ધ રેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ઈરાની કપની મેચ મોટેરામાં રમાય તે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. BCCI દ્વારા ઈરાની કપને પ્રથમ શ્રેણીની માન્યતા અપાયેલી છે. 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી રણજી ટ્રોફીની વિજેતા ટીમ ઈરાની કપમાં રમશે. રણજી ટ્રોફીની મેચ હાલ કવાર્ટર ફાઇનલના સ્ટેજ સુધી પહોંચી છે. રણજીની કવાર્ટર ફાઇનલમાં કુલ 8 ટીમો પહોંચી છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થાય છે. 

જુઓ LIVE TV

રણજી ટ્રોફીની કવાર્ટર ફાઈનલ મેચ આજથી શરૂઆત થઈ રહી છે. વર્ષ 1959 - 60 માં ઈરાની કપની મેચ પ્રથમવાર રમાઈ હતી. ગત વર્ષ 2018 - 19માં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઈરાની કપની મેચ રમાઈ હતી. રેસ્ટ ઓફ ઇન્ડિયા અને વિદર્ભ વચ્ચે રમાયેલી મેચમાં વિદર્ભનો વિજય થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More