Home> Gujarat
Advertisement
Prev
Next

રહસ્યોનો ખજાનો છે ગીરનુ જંગલ, પહેલીવાર દીપડાનું ટોળુ ઝાડ પર ચઢતુ દેખાયું

ગીરના જંગલને રહસ્યોનો ખજાનો કહેવો જરાય ખોટુ નથી. અહી રોજ કોઈને કોઈ ખૂણેથી વાઈલ્ડલાઈફની તસવીરો સામે આવતી હોય છે જે લોકોમાં રોમાંચ જગાવે છે. અત્યાર સુધી ગીરના સિંહો લાઈમલાઈટમાં આવતા હતા. પરંતુ હવે તો ગીરના દીપડા પણ ચર્ચાઈ રહ્યાં છે. સાસણ ગીર સેન્ચ્યુરીમાં ભાગ્યે જ જૉવા મળતો અદભુત નજારો જોવા મળ્યો છે. જંગલમા સફારી કરતા પ્રવાસીના કેમેરા દીપડાનુ ટોળુ કેદ થયુ છે. 

રહસ્યોનો ખજાનો છે ગીરનુ જંગલ, પહેલીવાર દીપડાનું ટોળુ ઝાડ પર ચઢતુ દેખાયું

ભાવીન ત્રિવેદી/જૂનાગઢ :ગીરના જંગલને રહસ્યોનો ખજાનો કહેવો જરાય ખોટુ નથી. અહી રોજ કોઈને કોઈ ખૂણેથી વાઈલ્ડલાઈફની તસવીરો સામે આવતી હોય છે જે લોકોમાં રોમાંચ જગાવે છે. અત્યાર સુધી ગીરના સિંહો લાઈમલાઈટમાં આવતા હતા. પરંતુ હવે તો ગીરના દીપડા પણ ચર્ચાઈ રહ્યાં છે. સાસણ ગીર સેન્ચ્યુરીમાં ભાગ્યે જ જૉવા મળતો અદભુત નજારો જોવા મળ્યો છે. જંગલમા સફારી કરતા પ્રવાસીના કેમેરા દીપડાનુ ટોળુ કેદ થયુ છે. 

fallbacks

ગીર સેન્ચ્યુરીમા દીપડા ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે સફારીના રૂટ પર એક સાથે ત્રણ દીપડા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં નીકળેલ ત્રણ દીપડામાંથી એક દીપડો ઝાડ પર ચડી જતા જોવા મળ્યો હતો. જે જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા. પ્રવાસી દ્વારા દીપડાનો વીડિયો ઉતારાયો હતો અને વન વિભાગને આપવામાં આવ્યો હતો. જે જોઈને વન વિભાગના કર્મચારીઓ પણ ખુશ થયા હતા. વન વિભાગે આ વીડિયો મીડિયામાં જાહેર કર્યો છે. 

આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'

તો બીજી તરફ, ભાવનગરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનથી દસ પંદર કિલોમીટર દૂર સિંહ જોવા મળ્યો હતો. વલભીપુરના પાટણા, રાજગઢ ભાલના ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહ હોવાના સગડ મળ્યા છે. આ વિસ્તારમાં સિંહના ફૂટ પ્રિન્ટ મળતા ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામડાઓમાં મીટિંગ અને નાઈટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. જોકે સિંહોની હાજરીથી કાળિયારોને કોઈ જોખમ નહિ હોવાનું વનવિભાગે જણાવ્યું છે. ભાલ પ્રદેશ ગરમીવાળો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં સિંહ ઝાઝો સમય રહી શકે નહિ તેવુ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ડાયરેક્ટરે જણાવ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More